અવર્ણનીય થઈ જાશે

 કરશે પ્રેમ નિઃસ્વાર્થથી, તો પ્રેમ અવર્ણનીય થઈ જાશે

ખુશ્બુ દિલથી માણશે, તો ફૂલ અવર્ણનીય થઈ જાશે


જીવનની મોહજાળમાં ફસ માં, મોજ વિખૂટી થઈ જાશે

મોહજાળ તોડી તુ ઈશને મળ, મનુ ધન્ય થઈ જાશે


ડગ ભર તુ હિંમતથી, ચઢાણ આસાન થઈ જાશે

તપે જો કંચન લાલચોળ, ચમક અવર્ણનીય થઈ જાશે


સત્કર્મનો તુ કર નશો, એ જીવન જામ થઈ જાશે

જીવનાં પળે પળના શ્વાસ ધન્ય, સરેઆમ થઈ જાશે


રોશની કર વિશ્વાસથી, દિપક- જ્યોત પ્રજ્વલિત થઈ જાશે

એ વિશ્વાસની રોશનીથી, જીવન અવર્ણનીય થઈ જાશે


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

પાંચમો દીવો - આત્મવિશ્વાસ

ઘેલો જ ખુદાનો ખાસ હોય છે...