પોસ્ટ્સ

એપ્રિલ, 2023 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

માટે મન મીચેલું છે.

  લાગણી વિના જિંદગી બરફ ને હૃદય થીજેલું છે. લાગણીનો સ્પર્શ મળે માટે મન મીચેલું છે. વરાળ છે, ધુમ્મસ કે વાદળાં બંધાયા; વારિ બની વરસે, માટે મન મીચેલું છે. હસતો ચહેરો રાતે આવે છે શમણામાં, અકબંધ થઈ રહે, માટે મન મીચેલું છે. તરસ છે નજરોની ને જળ દીઠાં ઝાંઝવામાં, પાસ જતાં ઝાંઝવું દૂર ન થાય, માટે મન મીચેલું છે. હૂંફ મળે બહારથી તો બરફ બદલાય પાણીમાં, મિલન થાય પ્રેમથી, માટે મન મીચેલું છે.

નવી વસ્તુ

 હંમેશા નવી વસ્તુ શીખતાં રહેવું જોઈએ. મને ક્યાં એની જરૂર પડવાની છે! તો પછી શા માટે....? સાંભળ,  ઘણી વાર નવી વસ્તુ ફક્ત આપણને કામ લાગે એટલે નહી, પરંતુ અન્યને આપણાં થકી મદદ થઈ શકે, અન્યને ઉપયોગી થઈ શકાય એ માટે પણ શીખી લેવું જોઈએ. 

હું અને તું એપ્રિલ ફૂલ બનીએ

ચાલ આજે એક રમત રમીએ, તું ને હું એપ્રિલ ફૂલ બનીએ. પેટ પકડીને જોરથી હસીએ, તું ને હું એપ્રિલ ફૂલ બનીએ. રડવાના મોકા જ વધુ દેખાય છે આ જિંદગીમાં, ચાલ એક હસવાનો મોકો રચીને, તું ને હું એપ્રિલ ફૂલ બનીએ. મીઠી તકરારનો ભાગ છે, આ રંગબેરંગી જિંદગીમાં; રુસણાં મનામણાં કરીને, તું ને હું એપ્રિલ ફૂલ બનીએ. મુરખ બને છે એ જે વિશ્વાસ કરે, આંખ મીંચીને જિંદગીમાં; બાળક બની, સૌ વાત માનીને; તું ને હું એપ્રિલ ફૂલ બનીએ. બહાનું છે એક પળનું, વાત કઈ ખાસ હશે એની જિંદગીમાં યાદગાર બનશે એ પળ માની લે, જો તું ને હું એપ્રિલ ફૂલ બનીએ.

સ્વભાવ

 વ્યક્તિને સૌથી વધારે દુઃખી કોણ કરે? વ્યક્તિનો પોતાનો સ્વભાવ.

ઈશની દેન - દિકરી

 દીકરાની મોહ- માયામાં, કેમ તરછોડી દીકરી સ્વીકારશો જો પ્રેમથી, તો બનશે તમારી લાડકી નસીબદાર એ નર 'ને ઘર, જ્યાં જન્મી છે દીકરી પાંગળું પ્રારબ્ધ ખીલી ઊઠે, જ્યાં અવતરે એ લાડકી કહે છે ' કુળ તારે દીકરો ને ભવ તારે છે દીકરી' દૂધ સાગરમાં વારંવાર, કેમ વહેતી એ લાડકી સંકુચિત એ સ્નેહ જે ભેદ કરે દીકરો ને દીકરી કુળને કાજે કાળીકા બને, ને રક્ષે કુટુંબ એ લાડકી ઈશની દેન, નિઃસ્વાર્થ પ્રેમ ને ભવ- ભવના પુણ્ય છે દીકરી વંચિત વન એ રહી ગયું, જ્યાં અવતરી નથી એ લાડકી

મને ગમે છે...

 કાજળ ભર્યા નયનનો મલકાટ મને ગમે છે. ન કહેવાયેલી વાતોનો ઉચાટ મને ગમે છે. ખુશીમાં ટપકેલું નવું નકોર આંસુ મને ગમે છે. ભીની આંખોમાં થયેલ એ ખુશી મને ગમે છે. કાજળ ભર્યા નયનના અઢળક પ્રશ્નો મને ગમે છે. જવાબ ન મળતા થતો એ ઉકળાટ મને ગમે છે. વિચારોના વમળમાં ડૂબેલ તે ચક્ષુ મને ગમે છે. કામણગારી આંખોની હર અદા મને ગમે છે. કાજળ ભરેલ આંખોમાં શબ્દો મને ગમે છે. કાજળ ભર્યા નયને કરેલ કવિતા મને ગમે છે.

તારા વિરહના શહેરમાં

  હૃદયમાં સ્પંદનો તો હજારો મળે પણ આપણે કેમ ન મળીએ કારણ, મળવાનું થાય એ રણમાં... તારા વિરહના શહેરમાં હૃદય ઉભરાય ને આંખો છલકાય યાદ આપણી અશ્રુ બની જાય કારણ, મળવાનું થાય એ રણમાં... તારા વિરહના શહેરમાં ફરી યાદ થાય ત્યારે ફરિયાદ પણ થાય જાણે યાદોના વમળમાં કોઈ પથ્થર ફેંકી જાય કારણ, મળવાનું થાય એ રણમાં... તારા વિરહના શહેરમાં અધરો પણ મલકાય 'ને નયનો પણ ઉભરાય પ્રત્યક્ષ મળવાની લ્હાયમાં તને; સ્મિત પણ રેલાય કારણ, નથી મળવું તને ફરીએ રણમાં... તારા વિરહના શહેરમાં

મન પંખી વિહરે છે...

 ઊંચા ઊંચા શમણા જોતું મન પંખી વિહરે છે. એક મુઠ્ઠી આસમાન આંબવા મન પંખી વિહરે છે. દીઠવા સપના મીઠા- રૂડા મન પંખી વિહરે છે. ભયભીત થતાંય હિંમત માંડી મન પંખી વિહરે છે. ધાર્યું મેળવવા કર્મો કરવા મન પંખી વિહરે છે. ઉંચી આશને વિશ્વાસ થકી મન પંખી વિહરે છે. સંઘર્ષને જ ખુશી જાણી મન પંખી વિહરે છે. સંઘર્ષ ઉપર કેડી કંડારી મન પંખી વિહરે છે. સફર મંજિલથી વધુ માણી મન પંખી વિહરે છે. જીવનની એ રીત વધુ જાણી મન પંખી વિહરે છે.

સાંજ ઢળે સરિતાના તટે

  વહેતા રહે ઝરણા; કલકલ કરતા વનમાં, લાલિમા છવાઈ દગમાં...              જ્યારે સાંજ ઢળે સરિતાના તટમાં જોડાઈ નાતો પ્રકૃતિ જોડે; અદ્ભૂત એ લાવણ્યમાં, લાલિમા છવાઈ આલમમાં...              જ્યારે સાંજ ઢળે સરિતાના તટમાં મનમાં છવાય ઉમંગ; જોઉં સાંજ-સરિતાને સંગ, લાલિમા છવાઈ તનમનમાં...              જ્યારે સાંજ ઢળે સરિતાના તટમાં છે એ કુદરતની લીલા; ઢાળી ઈશે હર ક્ષણમાં લાલિમા છવાઈ જનજીવનમાં...             જ્યારે સાંજ ઢળે સરિતાના તટમાં ઉપારૂ ખોજે ખોરડું; કે મળે એને જોમ વિશ્રામમાં લાલિમા છવાઈ આપગામાં...              જ્યારે સાંજ ઢળે સરિતાના તટમાં

કેડી

  * પ્રસ્તાવના*- વિપરીત પરિસ્થિતિ જીવનમાં સાહસ ને જન્મ આપે છે. જો એ સાહસ સાથે જીવનમાં આગળ ડગલું ભરવામાં આવે તો સમાજમાં નવી કેડી કંડારી શકાય.                   હું લગ્ન મારી શરતે જ કરીશ. એ મક્કમ સ્વરને હંમેશા શ્રિયાના માતા- પિતા નરમ કરવાનો પ્રયાસ કરતા. પરંતુ તેઓ જેટલો પ્રયાસ કરતાં સ્વર એટલો જ મજબૂત થતો જતો.          શ્રિયા અને પ્રિયા નીતાબેન અને હરેશભાઈ ની આંખના તારાઓ. પરંતુ પ્રિયા નામનો તારો ઝાંખો પડતા શ્રિયા નામના તારામાં વધુ તેજ આવવા લાગ્યું. પાંચ વર્ષ પહેલા પ્રિયાના લગ્ન નક્કી થઈ ગયા હતા. તે એક દિવસ તેના મંગેતરને મળવા જઈ રહી હતી. અચાનક સામેથી ટ્રક આવ્યો અને પ્રિયાની સ્કુટી સાથે અથડાઇ ગયો. ભયંકર અકસ્માત થયું. જેના પરિણામ સ્વરૂપે પ્રિયા હંમેશા માટે પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠી. લગ્નેતર જો વહુ બોજ બનતી હોય તો કોણ લગ્ન કરે? તેથી પ્રિયાના લગ્ન પણ તૂટી ગયા. નીતાબેન અને હરેશભાઈને દીકરો ન હોવાથી બંને બહેનો જ માતા-પિતાનું ધ્યાન રાખશે, એવું નક્કી કરેલું. પરંતુ સં...

પાછળ રહી ગઇ મૂડી

 પાછળ જેની ખર્ચાઈ રહી છે; આખે આખી જિંદગી સાથે મારી તોય આવી 'ને પાછળ રહી ગઇ મૂડી નાતો તોડયો એની સાથે; જે કુદરતે આપી જિંદગી સંકટ આણ્યું નિજ હસ્તે 'ને પાછળ રહી ગઇ મૂડી પ્રજ્ઞા આડા પડદા પાડ્યા; કરવા પૈસાની દોટ પૂરી જીવન પર છે મોતની છાયા 'ને પાછળ રહી ગઇ મૂડી ખુશી જે તોલી બધી પૈસે; તોય રહી ક્યાંક અધૂરી મેળવવા જેને કર્યા દૂર સગપણ,તોય પાછળ રહી ગઇ મૂડી હાઈ પૈસો હાય પૈસો કરી; લાલસા થઇ ન પૂરી હસતો પૈસો 'કે મારે મડદે; તારી પાછળ રહી ગઇ મૂડી

ખ્યાલની વાત છે...

  શબ્દો જે જોડે મન તોડે તે શબ્દો છે. કહું ત મ ને શું એ તો ખ્યાલની વાત છે. દિલમાં રહ્યો દરિયો જે મેં ક્ષિતીમાં શોધ્યો છે. કહું તમને શું એ તો ખ્યાલની વાત છે. ઉત્સાહના અતિરેકમાં શબ્દો મુંઝાય છે. કહું તમને શું એ તો ખ્યાલની વાત છે. સોમજ ને ભેષજ એતો વાણીથી પરખાય છે. કહું તમને શું એ તો ખ્યાલની વાત છે. નાવિક નિજ નૌકાનો શું તું તારણહાર છે?! કહું તમને શું એ તો ખ્યાલની વાત છે. મુંઝાય છે મન 'ને જોવાય મિત્રની રાહ છે. કહું તમને શું એ તો ખ્યાલની વાત છે. મળો જો તમે તો કરમાયેલ કુસુમ પણ ખીલાય છે. કહું તમને શું એ તો ખ્યાલની વાત છે.

તિમિર હું તેજ ફેંકીને હણુ છું.

હાલકડોલક નાવડીમાં હિંમતે આગળ વધુ છું નીરને ચીરીને માર્ગ હું નો ખુદ બનું છું જીવનના પથવારમાં સથવાર મળે કે ન મળે હિંમતની એ ગુંજ પર વિશ્વાસ મૂકી હું બનું છું તિમિરની વર્ષા ઝરમર ઝરમર વરસે છે તેજની છત્રી લઈ હું રોજ આગળ વધુ છું મળ્યો છે હક તે લેવો મારો અધિકાર છે અધિકાર લેવા માટે હું રોજ જીવનથી લડું છું અંધકારમય લાગે છે જીવન રોજ અંધારી રાતે અહર થકી  તિમિર હું તેજ ફેંકીને હણું છું

વિવિધતામાં એકતા

 વિવિધતામાં એકતા એ મારો ભારત કેહવાય છે. હક, ફરજ, સન્માનથી એ પરિપૂર્ણ થાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદાહરણ સરદાર બની જાય છે. મહાત્મા ગાંધી કેવા નાણાં પર સચવાય છે. પ્રથમ ધ્વજ ફરકાય તે લાલ કિલ્લો કેહવાય છે. દિલ્લી ગેટ પર વીરોની જયગાથા ગવાય છે. દિવાળી ને મોહરમ જ્યાં હળી મળી ઉજવાય છે. રાષ્ટ્રીય એકતાનું નિરાળુ પર્વ બની જાય છે. ભાષા અને પહેરવેશમાં જ્યાં ભિન્નતા વર્તાય છે. વિવિધતામાં એકતા એ જ મારો ભારત કેહવાય છે.

દે આવકાર

 આ મારું ને તે તારુંમાં વહેંચાયેલ માનવ રે, ફરિયાદ ન કર દે આવકાર માનવને રે. શબ્દોમાં સોમજ ને ભેષજ પણ શબ્દે રે, ફરિયાદ ન કર દે આવકાર શબ્દને રે. ક્ષિતીનો દરિયો જે દિલમાં ઉભર્યો રે, ફરિયાદ ન કર દે આવકાર દરિયાને રે. લાગણીની વાણી જે કડવી ને મીઠી રે, ફરિયાદ ન કર દે આવકાર વાણીને રે. વમળો ને કમળોમાં વહેંચાયેલ જિંદગી રે, ફરિયાદ ન કર દે આવકાર જિંદગીને રે.

સમજ

    'હા, હા તમે જરૂર આવજો અમે તમારી રાહ જોશું.' એમ કહીને હસતા હસતા રમેશે ફોન રાખ્યો. બાજુમાં બેઠેલી તેમની દીકરી રીમાએ પૂછ્યું, 'પપ્પા કોણ આવે છે?' રમેશે કહ્યું; 'બેટા, મારા મામા આવે છે.' થોડી ક્ષણની શાંતિ બાદ રીમાએ ફરીથી પૂછ્યું, 'પપ્પા તમારા મામાના થોડા દિવસોથી ઘણા ફોન આવે છે ને!' પહેલા આવું નો'તુ ને! તો હવે... એ વાત પૂર્ણ કરે તે પહેલાં જ તેની માતા દમયંતી બહેનએ કહ્યું, 'બેટા તારા પપ્પાનો સમય બદલાયો છે.'      મતલબ? રીમા એ પૂછ્યું.      બેટા આ તારા પપ્પાના એ જ મામા છે જેમના ઘરે આવવાની તારા પપ્પા ક્યારથી રાહ જોતા હતા. એટલે આના પહેલા પપ્પા નામ આપણા ઘરે નહોતા આવ્યા? આવ્યા હતા બેટા. જ્યારે તારા દાદી હતા ત્યારે અને કઈક ગામમાં કામ હોય ત્યારે આવતા.પણ મમ્મી.... રીમાને અટકાવતા તેમણે કહ્યું, આપણું ઘર કાચું હતું તેથી કોઈ આવે તો ક્યાં રાખીયે? આથી... દમયંતીબેન વાક્ય પૂર્ણ કરે તે પહેલા જ રીમા તેમને અટકાવતા કહ્યું, 'અતિથિને આવવાની તિથિ જ ન આવતી.' બેટા આજે આપણા મનની સાથે ઘર પણ મોટું છે, તેથી તિથિ વગર જ અતિથિની પધરામણી થાય છે. બેટા, હું અને તારા પપ...

આપણું ઘર

      * આપણું ઘર* વૃદ્ધાશ્રમમાં આજે એક કાર્યક્રમ યોજાયેલ હતો. દર વર્ષે અહીં એ કાર્યક્રમ યોજાતો. દર વર્ષે વૃદ્ધો તેમના આપણું ઘર માં આવવાના અને તેના પહેલાના અનુભવો વર્ણવતા. આપણું ઘરમાં આવવાની એમની મજબૂરી, કેવી સ્થિતિમાં તેઓ અહીં આવ્યા ? ટૂંકમાં, પોતાના અત્યાર સુધીના જીવનનો સાર કહેવાનો, તેમના અનુભવો કહેવાનો, જીવનની ખાટી- મીઠી યાદોને વાગોળવાનો અને આપણું ઘર સાથે એક મજબૂત સંબંધ પ્રસ્થાપિત કરવાનો આ દિવસ હતો.      ઘણા વર્ષોથી ત્યાં રહેતા બધા આપણું ઘરની આ પરંપરાથી વાકેફ હતા. અહીં તેમને પોતાના પહેલાના ઘરથી પણ વધુ પોતાનું લાગતું હતું અને આપણું ઘર હતું પણ એવું જ. અતિશય પ્રેમાળ, હૂંફ અને લાગણીથી ભરપૂર. પરંતુ આ વાતથી હમણાં હમણાં જ આવેલ મનસુખભાઈ અજાણ હતા. તેઓ આજે આ થઇ રહેલ શોર-કિલ્લોલથી કંઈક અલગ જ પોતાની દુનિયામાં ખોવાયેલા હતા. કાર્યક્રમ શરૂ થવાનો હતો. જ્યારે રમેશભાઈ આવીને તેમના વિચારોના વમળમાં એક નાનો મનસુખભાઈ નામ રૂપી પથ્થર ફેંક્યો ત્યારે તેઓ ભાનમાં આવ્યા. આંખોના આંસુને છીપાવતા ખોટું હાસ્ય મલકાવીને રમેશભાઈ સાથે કાર્યક્રમમાં ગયા.      દરેક...

પતંગ

  બેટા તને થયું છે શું? આમ અચાનક આજે તું ના પાડે છે, પતંગ ચગાવવાની! તે પણ ઉતરાયણના દિવસે! કેમ શિવાંશ? તારો તો આ મનગમતો તહેવાર છે ને! તો અચાનક શું થયું? શિવાંશ પર જાણે કે પ્રશ્નોનો વરસાદ થવા લાગ્યો. દસ વર્ષના શિવાંશએ કોઈના પ્રશ્નોના જવાબ ન આપ્યા, ત્યારે તેની માતાએ તેને પોતાની પાસે બોલાવ્યો અને પ્રેમથી પૂછ્યું, શું થયું બેટા, તું કેમ આટલો ઉદાસ છે?      મમ્મી આજે મેં અગાસી પર એક કબૂતર જોયું એના પગમાંથી લોહી નીકળતું હતું. કેમ કે એના પગમાં દોરો ફસાયેલો હતો. એને બહુ દુખતું હશે ને મમ્મી? આપણે ત્યાં પણ મિઠ્ઠુ છે ને! એને લાગે તો? મને એ કબૂતરમાં મારું મિઠ્ઠુ દેખાયું મમ્મી. આપણાથી એક દિવસમાં કેટલા બધા પક્ષી ઘવાતા હશે ને? અને અમુક તો મરી પણ જતા હશે ને! જો હું પતંગ નહી ચગાવુ તો એક મીઠું તો બચી જશે ને મમ્મી?      શિવાંશના પ્રશ્નોનો જવાબ એમના આંખમાંથી પડતાં હર્ષના આંસુ આપતા હતા. અને દસ વર્ષના શિવાંશ પર આખા ઘરના લોકો વારી વારી જતા હતા.

પ્રેમ પતંગ

યમુના કાંઠે રાસ નથી આજે, પતંગની લહેર જામી છે. રાધા સંગ- સંગ કાનુડાએ, પ્રેમ- પતંગબાજી જમાવી છે. જળ કમળનો રંગ અલગ આજે, ખુશીઓની લહેર લહેરાવી છે. રાધા કાનાની પતંગબાજી આજે, જોવા સ્વર્ગથી અપ્સરા આવી છે. કોણ જીતે ને કોણ હારે આજે  જોવા ગોપીઓ પધરાવી છે. રાધા કાનના પ્રેમ પતંગ આભે, જીત- હાર છોડી પ્રેમ સોડમ ફેલાવે છે.

પડઘા વિનાની વેદના....

 જન્મ મળ્યો છે મનુનો, સ્ત્રીનો કેમ સમજે છે? અધિકાર છે મને જીવનનો, સ્વતંત્રતા કેમ છીનવે છે! ઈચ્છા, ખુશી, હર્ષોલ્લાસ, છોડ્યા છે મેં માવતરમાં જીવન સજાવવા 'આપણું' ત્યજ્યા કેટલાંય શમણાં સાગર તું ને નદી હું, જીવન એમ જ જો ચાલે તો અસ્તિત્વ પર મારા, પ્રશ્નો મને દરરોજ સાલે સપના-અરમાન તવ જીવનનાં, ક્યાં તે ખોવ્યા? જિંદગીને જીવન બનાવતા અશ્રુ પણ મેં સંજોવ્યા. પુરુષ છે તું; કરી શકે છે, છે જે તારે કરવું સ્ત્રી છે ને; બહાદુર છે તો, તેથી તારે નડવું! સહી છે આ વેદના જાણે,  કેટલાય વર્ષો તન-મને પડઘા વિનાની વેદના, પડઘાવને મોકલ મને...          

અનોખો મારો દેશ

  શકુંતલા દુષ્યંતના પુત્ર ભરતથી મળ્યું જેને નામ 'સિંધુ'થી અપભ્રંશ 'હિન્દુ' બની મેળવ્યું નવું નામ તમિલ સિવાયની અન્ય ભાષાના મૂળમાં દેવવાણી સંસ્કૃતથી જન્મ મેળવી બની અન્ય ભાષા-બોલી વિશાળ સમાજ, અનેકતામાં એકતા એ આગવી ઓળખ ધર્મ,જાતિ,ભાષા સંસ્કૃતિમાં વિવિધતા છે એનું ગૌરવ વિવિધતા જેની શાન અને લોકશાહી એની આન સિંધુ ખીણની સંસ્કૃતિ ઉદ્ભવી ભારત માંને નામ હિન્દુ, જૈન, શીખ, બૌદ્ધ ધર્મનો ઉદ્ભવ ભારતને નામ પ્રેમથી સ્વીકાર્યા પારસીને; ઈસ્લામ, ખ્રિસ્તી, યહુદીના ધામ સહનશીલ સરદાર, મક્કમ મહાત્માની છાપ મારા દેશમાં ભગતસિંહ, આઝાદ, નેતાજીની વસે છે દરેક વેશમાં કહું એટલું ઓછું છે, શરૂ જો કરું ભારતનું ગાન વંદનીય છે,સન્માનીય છે, રમણીય મારુ ભારત ધામ

સાધના - લેખ

  સાધના શબ્દ પોતે ખૂબ જ ઉચ્ચ કોટિનો છે, તેથી તેનો અર્થ સામાન્ય હોય જ ન શકે. સાધના એટલે ખૂબ જ ઊંડો અર્થ ધરાવતી પ્રક્રિયા છે. પરંતુ જરૂરી નથી કે દરેક ઉચ્ચ કોટિના શબ્દો અને તેના ગૂઢાર્થો સમજવા અતિશય મુશ્કેલ જ હોય!      સરળ ભાષામાં કહીએ તો સાધના એટલે તપ. કંઈક મેળવવા માટે સંપૂર્ણ મનથી કરવામાં આવતું કાર્ય. જે ફક્ત વિશ્વાસ થકી જ સફળ થઇ શકે. સાધના અને વિશ્વાસને ખૂબ જ ઊંડો સંબંધ છે. જો વ્યક્તિને પોતાના પર અને પોતાની ઇચ્છાશક્તિ પર વિશ્વાસ હોય તો જ તે પોતાની સાધના સફળ કરી શકે. એમ તો સાધનાને સીધો સંબંધ ઈશ્વર સાથે છે. તેથી સાધના શબ્દને ઈશ્વર સાથે સાંકળીને જ જોવામાં આવે છે તેમજ વિચારવામાં આવે છે. કેમ કે સામાન્ય સમજ પ્રમાણે સાધના એટલે ધ્યાન. કઈક મેળવવા માટે ધ્યાન આપવુ પડે છે. પરંતુ જીવનમાં ફક્ત ઈશ્વરને જ નહિ કોઇપણ બાબતને મેળવવા કે પામવા ધ્યાન/સાધના કરવી જ પડે.      જે વસ્તુ સાધના વગર મળી જાય તે લાંબો સમય ટકતી નથી. આજના સમયમાં સાધના કરવા માટે પહેલાની જેમ વનમાં જવુ પડતુ નથી. + સારા કર્મ કરવા માટે ઇચ્છાશક્તિ ધરાવો તે જ સાધના. + એ કાર્યોને પૂરા મનથી ફળીભૂ...

શબ્દોની લીલા

  સો અપશબ્દોએ શિશુપાલ ધડ અલગ કરાયો શબ્દોના સ્પર્શથી શ્રીકૃષ્ણએ ચક્ર ચલાવ્યો વચનબદ્ધ કૈકેયીથી પિતા, પણ પુત્ર રામ વનમાં વસાયા શબ્દોના સ્પર્શથી દશરથ રાજ મૃત્યુમાં સમાયા વિદ્યોત્તમાના શબ્દોથી મૂર્ખ મનુ કાલી આરાધને ગોઠવાયા શબ્દોના સ્પર્શથી મહાકવિ કાલિદાસ કહેવાયા 'નરોવા કુંજરોવા'ના વેણે યુધષ્ઠિર અર્ધસત્ યે બંધાયા શબ્દોના સ્પર્શથી દ્રોણાચાર્ય હસ્તે અસ્ત્રો છોડાયા પાંચાલીના શબ્દોથી દુર્યોધનનો અહમ ઘવાયો શબ્દોના સ્પર્શથી ભયંકર મહાભારત રચાયો

હાઈકુ- આભના કુમકુમ

        રાગ લાલ જો       આભના કુંકુમનો       મેઘ ધનુષ્યે       શોભે જો મહી       આભના કુંકુમથી       સંધ્યા- પ્રભાતે       સૌંદર્ય મને       આભના કુંકુમનું       મુગ્ધ કરે છે      લાલિમા રેલે      આભના કુંકુમ જો      વિશ્વભરમાં       સરિતા તટે       આભના કુંકુમથી       સોનેરી જળ

યાદોનો ઝરૂખો

 આવી વર્ષો બાદ હું એ જૂના ઘરના ઝરૂખે જ્યાં વિતાવ્યું બચપણ ને રમ્યા ખૂબ હરખે દાદાજી આરામખુરશીમાં બપોરે બેઠા'તાં  ઝરૂખે શૈતાનોની ટુકડીએ ખલેલ પહોંચાડી આરામે સાંજ પડી ને ફરી બેઠા વાર્તા માણવા ઝરૂખે કઈ વાર્તા કહેશે દાદી ઊઠી જીજ્ઞાસા હૃદયે રાતે કૉફી સાથે વડીલોની વાતો ગુંજે ઝરૂખે ચંદ્ર સંગ ચાંદનીના મિલનનું દ્રશ્ય નિહાળ્યું ઝરૂખે યાદોનો પટારો ખોલ્યો આજે મેં ફરી બેસી એ ઝરૂખે થતાં મોટા કેમ વિસરાયો સમય ને ફક્ત યાદો છે ઝરૂખે

પાનખર અને વસંત

 શોક મનાવે તરુ કે આનંદમાં ઉત્સવ કરે પાનખરમાં વસંત આવી જુઓ કેવા ટહુકા કરે પાન પીળુ ખર્યું ત્યાં ઉગી નવી કૂંપળ વધે નવો જન્મારો, નવી આશા બાંધી માળી સ્મિત કરે ઋતુચક્ર જાણે જીવનચક્ર આંગણે આવી ક્ષણ મહે જીવન લઈને જીવન બક્ષે પ્રારબ્ધ સૌનું એ લખે સોળ કળાએ ખીલે પુષ્પો ફોરમ ફેલાવી મુગ્ધ કરે સુકા પર્ણો સુંદરવનમાં જીવનપથનો નિર્દેશ કરે પાનખર છે કે વસંત અહીં દ્રષ્ટિકોણ જ ભેદ કરે સૌંદર્ય અનુપમ બંનેનું જો ખુલ્લા મનથી કોઈ દીસે

મારો દેશ

 સૌથી પ્યારો સૌથી ન્યારો છે મારો ભારત દેશ વિવિધતા સાથે એકતા રાખે એ છે મારો દેશ સર્વ ધર્મને સમભાવ અર્પે છે એ મારો દેશ ભાષા- ધર્મ- જાતિમાં અલગ તોય એક છે મારો દેશ સત્ય અહિંસાને માથે સજાવે છે એ મારો દેશ તોય શત્રુને ધૂળ ચટાવે છે એ મારો દેશ રામ રહીમ ગુરુ નાનકને વંદે છે એ મારો દેશ દિવાળી મોહરમ વૈશાખી ઉજવે છે એ મારો દેશ વસુધૈવ કુટુમ્બકમ્ સાથે આગળ વધે છે મારો દેશ વિશ્વબંધુત્વમાં મોખરે રહે છે એ મારો દેશ

એક ગણિકાની આત્મકથા

  આજકાલ દરેક વ્યક્તિને પોતાનું જીવન ચરિત્ર લખવાનો શોખ હોય છે. લોકો કેવી કેવી મુશ્કેલીઓને પાર કરીને જે તે મુકામ પર પહોંચ્યા એ કહેવું ગમે છે. જેથી એમનો સંઘર્ષ બીજાને પ્રેરણા આપે. મને પણ મારી જીવનગાથા કહેવી છે. હું જાણું છું કે મારો સંઘર્ષ કોઈ માટે પ્રેરણાદાયક ન હોઈ શકે. પરંતુ કદાચ કોઈ અમારુ દુઃખ સમજીને અ મ ને તિરસ્કારની ભાવનાથી લોકો ન જુએ એવી આશા છે.        મારું નામ ચાંદની છે હું છેલ્લા ૨૦ વર્ષથી કમાઠીપુરામાં ચંદા (ગણિકા) તરીકે રહું છું. આ જીવન મેં નો'તુ પસંદ કર્યું. આ જીવન મને પરિસ્થિતિઓએ ઉપહારમાં આપ્યુ છે. હું મારા પરિવાર સાથે એક નાનકડા ગામમાં રહેતી હતી. મારા પિતા ખેતી કરતા અને અમારુ ગુજરાન ચાલતું. ખૂબ જ સાધારણ સ્થિતિ હોવાથી મને ખૂબ જ ભણવું હતું અને પગભેર થવું હતું. તેથી હું ભણવામાં ખૂબ જ મન લગાવતી. મારા માતા-પિતાને એ વાતનો ખૂબ જ ગર્વ હતો. તેઓ પણ મને ડોક્ટર બનાવવા માટે તનતોડ મહેનત કરતા.        તે સમયે હું મુંબઈની એક કોલેજમાં અભ્યાસ કરતી હતી. તે ખૂબ જ નામી કોલેજ હતી તેથી મેં એ કોલેજમાં દાખલો લીધો હતો. પરંતુ અમા રી હોસ્ટ...

ગીત હવે ક્યાં શોધું?

 કોયલની ચિરવિદાય થઈ વસંતમાં સંભળાતા વસંતમાં એના મધુરા ગીત ક્યાં શોધું? વન આખું નિર્જન ટાપુ એની વિદાયમાં ગૂંજતા એ વનનું હવે મધુરુ ગીત ક્યાં શોધું? સૂરોની રાણી હવે સ્વર્ગે સિધાવી સૂર- તાલના સંગમનુ એ મધુરુ ગીત ક્યાં શોધું? શારદા વિરાજે કંઠમાં જેનું નામ દિલેદિલમાં શારદાના સૂર તણું એ મધુરુ ગીત ક્યાં શોધું? ખુશ રહેશે ઈશ્વર મેળવી સૂરની લતાને અંતરમનમાં ગૂંજતા લતાજીના એ મધુરા ગીત ક્યાં શોધું?

દિલ વિના લાખો મળે

  વાતો એમની થાય ને દિલ ઉભરાઈ જાય અશ્રુ મોતી પ્રેમના છે, ફક્ત યાદ જાણતા નહીં જીવન પ્રેમનું લાંબું કે ટૂંકું ભલે જીવાય પ્રેમમાં મળેલ વિરહને, કોઈ ખેલ જાણતા નહીં યાદોમાં છે હરપળ તું મારું જીવન ક્યારે બનીશ? પ્રેમ છે તારાથી, ફક્ત આકર્ષણ જાણતા નહીં પ્રેમમાં આપણા સંઘર્ષ છે પણ વિશ્વાસ તું મળીશ તને માગવાની મંશા મારી, કોઈ ખેલ જાણતા નહીં દિલથી દિલ મળે એ લાગણીમાં કોઈ ભેદ પાડતા નહીં * દિલ વિના લાખો મળે* , એને પ્રેમ જાણતા નહીં

લાગણીઓના હસ્તાક્ષર

 જીવન પથમાં ઠેર ઠેર મિત્રો મળતા જાય છે તાંતણે બાંધી સ્નેહથી લાગણીના હસ્તાક્ષર કરતાં જાય છે હસાવી રડાવી સાથથી જીવન ભરતા જાય છે જીત મળે કે હાર સથવારે જીવન જીવતા જાય છે આકાશ મારું જીવન તારલા રૂપી મારા મિત્રો મળ્યા છે નિશા થયે ચમકે ને અંબર સુંદર સજાવી જાય છે જીવન એ સૂનુ જેમાં સથવારો મિત્રોનો ન થાય રે લાગણીની કૂણી કૂંપળ ફૂટવા પહેલા કરમાઈ જાય છે જીવન- પ્રેમ, જીવન-સાથ, જીવનમાં મિત્રોની આશ છે હૃદય પત્ર પર મિત્રો લાગણીના હસ્તાક્ષર કરતાં જાય છે    

અવર્ણનીય થઈ જાશે

 કરશે પ્રેમ નિઃસ્વાર્થથી, તો પ્રેમ અવર્ણનીય થઈ જાશે ખુશ્બુ દિલથી માણશે, તો ફૂલ અવર્ણનીય થઈ જાશે જીવનની મોહજાળમાં ફસ માં, મોજ વિખૂટી થઈ જાશે મોહજાળ તોડી તુ ઈશને મળ, મનુ ધન્ય થઈ જાશે ડગ ભર તુ હિંમતથી, ચઢાણ આસાન થઈ જાશે તપે જો કંચન લાલચોળ, ચમક અવર્ણનીય થઈ જાશે સત્કર્મનો તુ કર નશો, એ જીવન જામ થઈ જાશે જીવનાં પળે પળના શ્વાસ ધન્ય, સરેઆમ થઈ જાશે રોશની કર વિશ્વાસથી, દિપક- જ્યોત પ્રજ્વલિત થઈ જાશે એ વિશ્વાસની રોશનીથી, જીવન અવર્ણનીય થઈ જાશે

હાઈકુ - શિવજીના નામો પરથી

  જટામાં ગંગા શીશ પર ચંદ્રમા શોભે શંકર નીલકંઠ છે મધુર વાણી જોડે વિષ પ્યાલાથી શિવ સોહે છે અર્ધનારી સ્વરૂપ શક્તિનો વાસ શિવા મુખ ત્યાં શિવ ખોળે સજે છે જેમ પંકજ ભક્તિ ભાવમાં તલ્લિન મનમાં છે સદાશિવાય

હાઈકુ- હોળી

 ઉડે ગુલાલ હોળીનો તહેવાર રંગ છલકે રાધા રંગી જો કાનુડાના રંગમાં રંગ છલકે હોળી ઉત્સવ વ્રજ રંગાયું આજ રંગ છલકે આનંદ ખુશી મંગળ ઉત્સવમાં રંગ છલકે મન ભેદને ભૂલી જા ધૂળેટીમાં રંગ છલકે નાત જાતનાં ભૂલ્યા ભાન હોળીમાં રંગ છલકે મન રંગ્યા જો મધૂર મિલનમાં રંગ છલકે

ડિયર ડાયરી

   હું અને મારી ડાયરી જ્યારે જ્યારે મળીએ ત્યારે ત્યારે અઢળક વાતો કરીએ. સુખ- દુઃખની, હર્ષોલ્લાસની કે પછી આનંદ- વિષાદની વગેરે... એ મારા મનનાં દરેક સ્પંદનોને સાચવી રાખે. જ્યારે જ્યારે મને સમય મળે અને હું એને વાંચવા બેસુ ત્યારે એ પણ મારી સાથે તે યાદોને વાગોળે. મારી એની સાથે મિત્રતા મારી શાળાના એક શિક્ષકે કરાવેલી. તેઓ કહેતા કે જે લોકો અંતર્મુખી હોય છે, તેમણે ડાયરીને મિત્ર બનાવવી જોઈએ. ઘણીવાર અંતર્મુખી લોકોની એ ખાસ મિત્ર હોય છે.       હું ઘણા બધા લોકો માટે અંતર્મુખી હોઈ શકું પરંતુ મારી ડાયરી માટે ચોક્કસ બહિર્મુખી જ હોઈશ. જે વાતો કોઈને ન કહી શકું તે વાતો મુક્ત મને મારી ડાયરીને કહી શકું છું. એમાં મેં કઈ લાગણીઓ નથી ચીતરી! બધુ જ લખ્યું છે. અને એણે ભૂમિ બની બધુ જ સાચવ્યું છે. કોઈક વાર નવાઈ લાગે કે આટલી મોટી દુનિયામાં હું મારા નાનકડા બેગમાં એક આખી ધરતી લઈને ચાલુ છું. અને એ કેવી રીતે બધુ પોતાનામાં સમાવી લેતી હશે? જો મારે મારી ડાયરી માટે કંઈક કેહવુ હોય તો કહીશ કે-    મારી લાગણીનો લગોલગ ભાર ઝીલે, તોય ઝૂકતી નથી   સથવારે સ્પંદનો સાચવે, તોય ફરિયાદ કરતી નથી ...

જગતનું કામ થઈ જશે

  માનવી જો માણસ બને તો જગતનું કામ થઈ જાશે યુદ્ધ પર પૂર્ણ વિરામ ને શાંતિનું રાજ થઈ જાશે કેટકેટલાંય લાશોના ઢગલા શાને જગતમાં વાળ્યા એ પ્રશ્નોના જવાબમાં અંત સરેઆમ થઈ જાશે લાલચ શેની મનવા તને હસ્ત અંતે ખાલીખમ મળ્યા એ હાથોથી સેવા કરશે તો ઇતિહાસમાં અમર થઈ જાશે અંધકારમય બન્યું જીવન ને સૂરજ દૂર જતો જડ્યો દિપક બની અજવાળ જગને જરૂરત આપોઆપ વધી જાશે નથી મામૂલી એ જિંદગી જેની કોડી કિંમત પણ ન કરી ને અમૂલ્ય જીવન આમ યુદ્ધમાં કચ્ચરઘાણ થઈ જાશે

ઉડે શબ્દ રંગ

  રંગ રંગથી રંગી છે દુનિયા કહો કયો રંગ ખૂટે છે? જે નથી ધર્યો તમે મનમાં બસ એ રંગ ખૂટે છે. કશે ખૂટે છે પ્રેમ- દયા ને કશે માનવતાનો રંગ ખૂટે છે. નિષ્ઠુર જગમાં નિષ્કામ નથી માનવ ને માનવતાનો રંગ ખૂટે છે. કશે ખૂટે છે સત્ય-અહિંસા ને કશે સાદગીનો રંગ ખૂટે છે. અસત્યની વેલી ચડતો માનવ ને સત્યનો રંગ ખૂટે છે. નથી મળતા સાતે સુખ માનવ ખૂટતો રંગ જ જીવન છે. મળ્યા સંબંધ રંગ સાચવી તું જાણે તો ઉડતા રંગ જ જીવન છે. માનવતા મહી મનમાં રાખે તો જીવનમાં રંગ અખૂટ છે. પ્રેમ, વિશ્વાસ, કરુણા, દયા જો શબ્દ રંગ અખૂટ છે.

એ મારી કવિતા

 અધરો પર આવીને અટકેલી વાતો... કાગળ પર શબ્દો બની ચિતરાઈ, એ મારી કવિતા હૃદયમાં અનુભવાયેલી લાગણીઓ... આંસુ- હાસ્યમાં પરિવર્તાય, એ મારી કવિતા સમજી કે સમજાવી ના શકાય... છતાં કહેવાનું મન થાય, એ મારી કવિતા મિત્રો સાથે વિતાવેલા પળો... સંભારણા બનીને આંખોમાં છલકાય, એ મારી કવિતા વાતો કરતાં કરતાં અચાનક... અધર છંદોબદ્ધ પંક્તિ કહી જાય, એ જ મારી કવિતા

આમલી

 મેહુલભાઈ જ્યારે નોકરીએથી ઘરે આવ્યા, ત્યારે તેમના બાળકો આમલીનો ચટકારો લઇ રહ્યા હતા. બાળકોએ પ્રેમથી પપ્પાને આગ્રહ કર્યો, "પપ્પા આમલી ખુબ જ સરસ છે, તમે ખાશો? મેહુલભાઈ એમને ના પાડી. ત્યારે એમની દીકરી પિન્કીએ વધુ જીદ કરી અને મેહુલભાઈ ગુસ્સે થઈને પોતાના રૂમમાં જતા રહ્યા. રસોડામાંથી નીતાબેન આ બધું જોઈ રહ્યા હતા.      પપ્પાના ગુસ્સે થવાથી પિન્કી રડી પડી અને મમ્મી પાસે ગઈ. મમ્મીએ તેને જેમ તેમ કરીને શાંત પાડી. પછી તેમના દીકરા રાહુલએ મમ્મીને પૂછ્યું, "મમ્મી પપ્પા તો પિન્કીને ક્યારેય ખીજવતા નથી, તો આજે આવું કેમ થયું?" મમ્મીએ થોડું સ્મિત રેલાવ્યું. બાળકોને આશ્ચર્ય થયું કે પપ્પાના ગુસ્સા પર મમ્મી આમ શા માટે કરે છે?      બેટા, આમલી ખાવા માટે પપ્પાને ક્યારેય પૂછવું નહીં. આમલી સાથે એમનું વેર છે; તે પણ બાળપણથી. બાળકોએ પૂછ્યું, "કેમ?" ત્યારે એમની મમ્મીએ કહ્યું, "તમારા પપ્પાને બાળપણમાં રમત રમવાનો ખૂબ જ શોખ હતો. અને તેમાં પણ આમલી- પીપળી રમત તેમને ખૂબ જ ગમતી. કેમ કે વૃક્ષ પર બેસીને ફળનો સ્વાદ પણ રમતા રમતા માણી શકાય. અને એમને આમલી ખૂબ જ ભાવતી." "તો પપ્પા હવે આમલી કેમ ...

મિથ્યાભિમાન

 જોયો તમારો પુત્ર આજે મેં છોકરી સાથે બાગમાં, કંઈ પણ બોલો મા તમે આવો થોડી શાનમાં. હતો કોઈ છોકરી જોડે એ તો એના રાગમાં, વાતમાં કેટલી સચ્ચાઈ પૂછું આવે એ મારાં લાગમાં. કોણ હતી એ છોકરી સાથે બેઠો તું જે બાગમાં, કેમ જાણવા મળે મને એ વાતો અન્યની પાસમાં? માફ કરો મને પપ્પા મારાં ભૂલ્યો હું બે- ધ્યાનમાં, પિતા નથી ફક્ત, મિત્ર પણ મારાં; આવ્યો છું હું ભાનમાં. વિશ્વાસ અધૂરો કેમ રાખ્યો ફક્ત તેં આ વાતમાં, તોડ્યો મારો ભરોસો ને મિથ્યાભિમાન પણ સાથમાં.

આઈએમપી પ્રશ્નો

  પરીક્ષાનો સમય હતો. બધાં વિદ્યાર્થીઓ વાંચનાલયમાં  બેસીને વાંચી રહ્યાં હતાં. ત્યાં જ એક વિદ્યાર્થીએ આવીને ફોડ પાડ્યો કે, "શ્રુતિ અને રિયાને જયંતિ સર બોલાવે છે," બંનેને નવાઈ લાગી. કેમ કે જયંતિ સર સામાન્ય રીતે એમને કંઈ ખાસ ઓળખતા ન હતાં. અને ડર પણ લાગ્યો કેમ કે જયંતિ સર પી.ટી શિક્ષક હતાં તેમજ સ્વભાવે થોડા કડક પણ. તેથી ડર લાગવો સ્વાભાવિક હતો. છતાં પણ બંને ગયાં ત્યારે જયંતિ સરે તેમને એક કાગળ આપ્યું.      એ કાગળ સામાજિક વિજ્ઞાનના પેપરના આઈએમપી પ્રશ્નોનું હતું. (જયંતિ સર સામાજિક વિજ્ઞાનનું ટ્યુશન આપતાં હતાં.)બંને ખુશ થઈ ગયાં કેમ કે સામાજિક વિજ્ઞાનનું પેપર તેમનાં માટે થોડું ભારે હતું, તેથી જો આઈએમપી મળી જાય તો મગજનો ભાર થોડો ઓછો થઇ જાય. તેઓ ખુશ થતાં થતાં પેપર જોઈ રહ્યાં હતાં, ત્યારે ફરીથી એક વિદ્યાર્થીએ આવીને કહ્યું કે, "યોગેશ સર તમને બોલાવે છે." શ્રુતિ અને રિયા મૂંઝાયા. તેઓ સર પાસે ગયા. ત્યારે સરે તેમને પૂછ્યું, "લઈ આવ્યા આઈએમપી પ્રશ્નો?" રિયાએ જવાબ આપ્યો," હા, સર". "પરંતુ તમને કેવી રીતે.... "શ્રુતિ વાક્ય પૂર્ણ કરે તે પહેલાં જ તેને યોગેશ સરે...

મનસ્વીનો આભાસ

     "હેલ્લો...!" ડૉ. આભાસે ફોનનું રીસીવર ઊંચક્યું.      ફોનની બીજી તરફથી, "ડૉ. આભાસ તમને કોઈ મળવા આવ્યું છે. અને આવનારનું નામ કહ્યું."      "ઠીક છે, અંદર મોકલો"- ડૉ. આભાસે પ્રત્યુત્તર આપ્યો.      ઝપાટાભેર મનસ્વી અંદર આવી. અને ડો. આભાસને કહેવા લાગી, "કાર્તિક આપણે નક્કી કર્યું હતું ગઈ કાલે મળવાનું. તો તું આવ્યો કેમ નહી? ખબર છે, હું કેટલી રાહ જોતી હતી! બીજીવાર આવું કરીશ તો તારી સાથે ક્યારેય વાત નહીં કરું."      "મને માફ કરી દે. એક ઇમરજન્સી પેશન્ટ આવી ગયું હતું, એટલે ન આવી શકાયું. આ રવિવારે જરૂર મળવા આવીશ."ડો. આભાસે કહ્યું.      મનસ્વી થોડી વાર બાદ ત્યાંથી જતી રહી. અને ડો. આભાસ સાથે બેઠેલા તેમના મિત્ર આકાશે કહ્યું,"આભાસ આ બધું શું છે?"      ડો. આભાસે કહ્યું, "તને યાદ છે આપણી સાથે ભણતો કાર્તિક!"      "કોણ...! જેને ડૉકટર થઈ સેનામાં ભર્તી થવું હતું તે ને?" આકાશે વળતો પ્રશ્ન કર્યો      "હા, મનસ્વી તેની મંગેતર છે. ...

મિત્રતા

  સાંભળ્યું છે કે જો કોઈ મિત્રતા જીવનનાં સાત વર્ષ સુધી ટકી રહે તો તે જીવનપર્યંત ટકી રહે છે. જીયા અને પિયા બન્ને બાળમંદિરમાં પહેલીવાર મળેલા. તેઓ ત્યારથી સાથે. ધોરણ એક થી સાત દરમિયાન પણ સાથે જ હોવાથી તેમની મિત્રતા એક અનેરા સ્નેહ સંબંધમાં પરિણમેલી. ઘણા લોકો તો તેમને જુડવા બહેનો સમજતાં. એમની મિત્રતામાં એટલો બધો સ્નેહ હતો કે શિક્ષકો ગાઢ મિત્રતાના ઉદાહરણ રૂપે તેમની મિત્રતાનું ઉદાહરણ આપતા.        ત્યારબાદ ધોરણ આઠમાં નવી શાળામાં પણ સાથે જ પ્રવેશ મેળવ્યો. પરંતુ અહી કંઈક બદલાયું, અને તે હતા એમના વર્ગો. બન્નેને અલગ-અલગ વર્ગમાં પ્રવેશ મળ્યો. તેથી તેઓ દુઃખી થયા. પરંતુ તે દુઃખને તેઓ રીસેસ દરમિયાન મળીને તેમજ સાથે જમીને ભૂલી જતાં. થોડા મહિના આમ ચાલ્યું. પછી ધીમે ધીમે વર્ગમાં હરીફાઈ વધવાથી બન્નેએ ભણવામાં મન લગાડ્યું અને તેમનું મળવાનું ઓછું અને ત્યારબાદ જાણે કે બંધ જ થઈ ગયું. અગિયારમાં ધોરણમાં જીયાએ સાયન્સ અને પિયાએ આર્ટ્સમાં પ્રવેશ મેળવ્યો. શાળા એક જ હોવા છતાં શાળાનાં પરિસર સિવાય બન્નેનું મળવાનું થતું નહીં. આમ, શાળાના સોનેરી દિવસો વીતી ગયા.     ...

મૌન

 "મમ્મી! આ શું છે?" કિંજલે તેની મમ્મીનાં ફોનના મેસેજ જોતાં કહ્યું. "શું છે ? બેટા!" રસોડામાંથી જવાબ આવ્યો. "અરવિંદ અંકલ તમને આ કેવા મેસેજ કરે છે!" કિંજલે આશ્ચર્ય સાથે કહ્યું. રસોડામાં દાળનો ચમચો મમ્મીનાં હાથમાંથી છૂટી ગયો. સ્તબ્ધ હૃદયે મમ્મી કિંજલની સામે આવ્યા પણ કશું બોલી ન શક્યા. કિંજલે પૂછયું,"શું આ સત્ય છે?" જવાબ- મૌન. "હું તમને મારી નાનામાં નાની દરેક વાત કહું છું. આપણે બન્ને માં- દીકરીથી વધુ મિત્રો છીએ. આ દુનિયામાં મારી સૌથી ખાસ બહેનપણી તમે છો... પણ તમે આજે મારો વિશ્વાસ તોડ્યો છે. દુઃખ એ વાતનું નથી કે તમારો સંબંધ... પણ તમે મને જણાવવાનું પણ જરૂરી..." રડતાં રડતાં કિંજલ એટલું જ બોલી શકી. મમ્મીનાં જવાબમાં ફરીથી ફક્ત- મૌન.

મહત્વકાંક્ષી પાખી

  પાખી મહત્વાકાંક્ષી છોકરી. બાળપણથી જ પોતાને ભણાવવા માટે ખૂબ જ મહેનત કરતાં માતા-પિતાને જોયેલા તેથી જ્યાં સુધી પોતે પગભર ન થાય ત્યાં સુધી લગ્ન નહીં કરે એવી જીદ કરેલી. પરંતુ ખૂબ જ સારો મુરતિયો મળવાથી માતા-પિતા લગ્નનો આગ્રહ કરતા. એકવાર પાખીની જીદ અને માતા-પિતાના આગ્રહ વચ્ચે વિવાદ થઈ ગયો અને પરિણામ સ્વરૂપે એક વર્ષનો સમય પાખીને મળ્યો. જેની શરત મુજબ જો એક વર્ષમાં પાખી પગભર ન થાય તો તેણે લગ્ન કરી લેવા. પાખીના લગ્ન પહેલાં પગભર થવાનાં પ્રયત્નો પુરજોશમાં ચાલુ થયા. ઘણી બધી અરજીઓ કરી પણ કોઈ પણ જગ્યાએથી સકારાત્મક પ્રતિભાવ ન મળ્યો. હવે, એક વર્ષનો સમય પણ પૂર્ણતાનાં આરે હતો. તેથી માતા-પિતા દ્વારા શોધેલા મુરતિયા સાથે સગાઇ નક્કી થઇ ગઈ. શરતને આધીન પાખી કંઈ કરી ન શકી અને સગાઇનો દિવસ આવી ગયો. બધી તૈયારીઓ થઈ ગઈ હતી. ત્યાં જ ડોરબેલ વાગ્યો. દરવાજો પાખીએ ઉઘાડ્યો. "પાખી શાહ માટે પત્ર છે", કુરિયરવાળાએ કહ્યું. "હું જ પાખી શાહ છું", કહીને પાખીએ પત્ર લીધો. પરબીડિયું ખોલીને પત્ર વાંચ્યા બાદ પાખી સ્તબ્ધ થઈ ગઈ. એક બાજુ સગાઈ સાથે જોડાયેલ મમ્મી-પપ્પાની ખુશી અને બીજી બાજુ તેના સપનાંને પાંખ આપતો આ પત્ર...

ફતિમાગુલની ચિઠ્ઠી

 બાળકો ગઈ કાલે આપણે કઈ રીતે પત્ર લખાઈ તે શીખ્યા. આજે તમારે બધાંએ પોતાનાં પરિવારનાં કોઈ એક સદસ્યને પત્ર લખવાનો છે. "તમે કોને પત્ર લખશો?" શિક્ષકે પૂછયું. વિદ્યાર્થીઓ પોતે કોને પત્ર લખશે તે જણાવવા લાગ્યા. પરંતુ ફાતિમા કંઈ બોલી નહીં. થોડી વાર બાદ દરેક વિદ્યાર્થી પોતાનાં પરિવારનાં સૌથી પ્રિય વ્યક્તિને પત્ર લખીને શિક્ષકને આપવા લાગ્યા. ફાતિમાએ સૌથી છેલ્લે શિક્ષકને પોતાનો પત્ર આપ્યો. પછી શિક્ષકે વર્ગ સમક્ષ દરેક વિદ્યાર્થીઓનાં પત્ર વાંચવાનું શરુ કર્યું. એક પછી એક પત્ર વાંચતાં છેલ્લે એમના હાથમાં અંતિમ પત્ર આવ્યો. પત્ર પર સૌથી ઉપરનાં ભાગમાં લખ્યું હતું, *ફાતિમા ગુલની ચિઠ્ઠી અલ્લાહના નામે...*  શિક્ષકે આટલું વાંચ્યું કે બધાં જ વિદ્યાર્થીઓ હસવા લાગ્યા. શિક્ષકે વર્ગનાં બાળકોને શાંત કરાવતાં પત્ર આગળ વાંચ્યો...      "અલ્લાહ! અબ્બાને હું પૂછું છું કે અમ્મી ક્યાં છે? તો અબ્બા કહે છે કે અમ્મી તમારી પાસે છે. મેં પૂછ્યું કેમ? તો કહેવા લાગ્યા કે તમને અમ્મીની જરૂર છે. પણ અલ્લાહ મને અમ્મીની ખૂબ જ યાદ આવે છે. મને અમ્મી વગર જરા પણ ગમતું નથી. હું શાળાએ આવું ત્યારે અમ્મી જ મને બે ચોટલી કરી ...

દ્રષ્ટિકોણ

 કોલેજમાં અભ્યાસ કરતાં બે મિત્રો યથાર્થ અને સમર્થ એક કોફી શોપમાં બેસીને કોફીનો સ્વાદ માણતાં હતાં અને તેમને મળેલ પ્રોજેક્ટ વિષે ચર્ચા- વિચારણા કરતાં હતા. ત્યારે જ એક મોંઘીદાટ ગાડી કોફી શોપની સામે ઊભી રહી. એમાંથી એક રોબદાર યુવાન ઉતર્યો, કોફી લીધી, અને જતો રહ્યો. તે જોઈને યથાર્થે કહ્યું, "એક દિવસ મારો પણ આવો જ વટ હશે."       સમર્થે કટાક્ષમાં સ્મિત રેલાવ્યું. ત્યારે યથાર્થે તેના સ્મિતનું કારણ પૂછ્યું. સમર્થે વળતો પ્રશ્ન કરતાં પૂછયું, "તને ખબર છે એ કોણ હતો?"      "ના" યથાર્થે  કહ્યું.       "તે આપણા શહેરના જાણીતા હીરાના વેપારી શેઠ ત્રિકમદાસનો દીકરો યશ હતો અને તેની પાસે જે ગાડી, સુખ- સુવિધા અને મોંઘા કપડાં છે તે એની પોતાની મહેનતના નથી. એના સફળ જીવન પાછળ એની નહીં પરંતુ એના પિતાની મહેનત રહેલી છે." આટલું કહીને સમર્થ પોતાની કોફી પૂર્ણ કરીને બહાર આવ્યો એની સાથે યથાર્થ પણ બહાર આવ્યો.      સમર્થે યથાર્થને પૂછ્યું, "એક વાત પૂછું યથાર્થ! તારા માટે સફળતા શું છે?"      "અં.... એ જ... જે યશ પાસે છે. મોંઘી ગાડી- કપડા...

મિથ્યા મિત્રતા

 મંગળ ગ્રહના રહેવાસીઓ (ઍલિયન્સ) એકવાર ચબૂતરે બેસીને વાતો કરતા હતા કે અલગ-અલગ ગ્રહો પર તેમના ભૂતકાળમાં કેવા અનુભવ રહ્યા. ત્યારે એમાંથી એક વૃદ્ધ ઍલિયને, જેમને સૌ ઍલિયન દાદા કહેતા; તેમણે જણાવ્યું કે,"મારો પૃથ્વી પરનો અનુભવ ખૂબ જ સારો રહ્યો હતો. પૃથ્વીવાસી ખૂબ જ સારા અને મદદગાર છે. જ્યારે હું ભૂલથી પૃથ્વી પર પહોંચી ગયો હતો ત્યારે પૃથ્વી પર રહેતા એક પરિવારે મને ખૂબ જ મદદ કરી હતી. તેથી મને અહીંયા જેવું જ પૃથ્વી પર પણ લાગ્યું હતું. તે પરિવારના બધા સભ્યોએ મને પોતાના સભ્યની જેમ રાખ્યો હતો અને મને ફરીથી અહીંયા આવવા માટે મદદ પણ કરી હતી."      આ બધી વાતો ત્યાં બેઠેલો એક નાનો ઍલિયન ખૂબ જ ધ્યાનથી સાંભળતો હતો. વાતો સાંભળીને તેને પૃથ્વી પર જવાની, ત્યાંના લોકોને જાણવાની ઇચ્છા થઈ. તેણે પોતાની માતાને પોતાની ઈચ્છા જણાવી. તેની માતાએ તેને કહ્યું, "હવે પૃથ્વી પર બધું બદલાઈ ગયું હશે અને ત્યાંના લોકો હજુ પણ પહેલાં જેવા જ હશે એની કોઈ ખાતરી નથી. અને પૃથ્વી પર ભ્રમણ કરવા માટે તું ખૂબ જ નાનો છે. તેથી તું હમણાં ત્યાં ન જઈ શકે." માતાની વાતો સાંભળીને નાનો ઍલિયન રિસાઈને એકલતામાં સમય પસાર કરવા ગયો. ...

પહેલું કર્તવ્ય

     "તમે જાવ. મારી ચિંતા ન કરો. હું મારું અને આપણા બાળકનું ધ્યાન રાખીશ. તમે નાહકની ચિંતા કરો છો." સ્મિતાએ પોતાના પતિને આશ્વાસન આપતાં કહ્યું.      સૂરજે ભારે હૃદયે સ્મિતાનો હાથ પકડી રાખ્યો હતો.      હમણાં પંદર દિવસ પહેલાં જ સૂરજ પોતાના ઘરે આવ્યો હતો. પોતાની ગર્ભવતી પત્નીનાં  પૂરા માસના દિવસો નજીક આવ્યા ત્યારે ખૂબ આજીજી પછી તેને રજા મળી હતી. હવે પંદર દિવસનાં જ આ ટૂંકા ગાળામાં પાછું જવાનું થયું. જો અતિજરૂરી ન હોત તો એ પોતાના બાળકનું મોં જોયા વિના આમ પત્નીને છોડીને ક્યારેય ક્યાંય ન જાત. પણ શું કરી શકે! એક સૈનિક માટે ભારતમાતાની પુકાર સૌથી મોટી પુકાર હોય છે. એક સૈનિક તેને ક્યારેય અવગણી ન શકે.      સૂરજ પહેલીવાર જ્યારે સ્મિતાને મળ્યો હતો ત્યારે જ તેણે કહી દીધું હતું કે,"એના માટે ભારતમાતાથી મોટું કોઈ નથી. એ કોઇનો પતિ બને તો પણ એનું *પહેલું કર્તવ્ય* તો ભારતમાંના દીકરા તરીકેનું જ રહેશે. જ્યારે જ્યારે તેની ભારતમાંને જરૂર પડશે એ બીજો વિચાર કર્યા વિના તરત જ પોતાની ફરજ બજાવશે." તે સમયે સ્મિતાએ ફક્ત સ્મિત રેલાવ્યું હતું.     ...

ગ્લાનિ

   "મોહન આ પાંચ ફાઈલના ડેટા કાલ સવાર સુધીમાં આપવાના છે, થઈ જશે?" મેનેજરે મોહનને કહ્યું.      "પણ હમણાં તો જવાનો સમય થઈ ગયો છે." દિવસભરનો થાક મોહનનાં અવાજમાં ઉતરી આવ્યો.      "તું ઓવરટાઈમ કરી લે, આનું ત્રણ ગણું વળતર મળશે." મેનેજરે કહ્યું.      ત્રણ ગણું વળતર સાંભળીને મોહનની આંખોમાં ચમક આવી ગઈ. એનો થાક ક્યાંક અદ્રશ્ય થઇ ગયો. ત્યારે મોહનને તેનાં સહકર્મી મિત્ર કિશને પૂછ્યું, "તું પૈસા પાછળ આટલો પાગલ કેમ છે?"      "તને ખબર છે કિશન! મારા પિતાજી પૈસાના અભાવે મૃત્યુ પામ્યા હતાં. જો તે દિવસે મને પાંચ સો રૂપિયાની કોઈકે મદદ કરી હોત તો આજે પિતાજી જીવતા હોત. મેં કોની પાસે મદદ ન માંગી, શું ન કર્યું! પણ પિતાજીને બચાવી ન શક્યો. એ વાતની ગ્લાનિ મને જીવનભર રહેશે." મોહને જવાબ આપ્યો.      "છતાં પણ મારું માનવું છે કે પૈસા જીવનમાં બધું નથી હોતાં." કિશને કહ્યું.      "તું એવું એટલે કહી શકે છે કિશન, કેમ કે તેં આ પૈસાનો અભાવ જોયો નથી. એના અભાવે તેં તારા પ્રિયજનને ગુમાવ્યાં નથી." મોહનની વાત શૂળની જેમ કિશનના હૃદયમાં...

પરિપ્રેક્ષ્ય

    "તને શું લાગે છે, આ સરળ છે? બહુ મહેનત લાગે ત્યારે શરીર આવું કસાયેલું બને છે. રોજ સવારે વહેલું ઊઠવું પડે. કસરત કરવી પડે. સંતુલિત આહાર જ લેવો પડે. ત્યારે પોતાને સંતુલિત રાખી શકાય." યથાર્થે આવેશથી કહ્યું.       "તો, તું શું માને છે, મગજને કસવું સરળ છે? એના માટે તારા કસાયેલા શરીર માટે લાગે તેનાં કરતાં વધુ મહેનત લાગે. સવારે તો મારે પણ ઊઠવું જ પડે અને ઘણી વાર તો રાત્રે પણ મોડે સુધી જાગવું પડે. મારા મગજને સંતુલિત રાખવા, નવા વિચારોથી ભરવા અને નવુ જ્ઞાન મેળવવા." સમર્થ પણ આવેગમાં આવી ગયો.      યથાર્થ અને સમર્થ વાદ કરતાં કરતાં ક્યારે વિવાદમાં ઊતરી પડ્યા, બન્નેને ખબર પણ ન પડી. પોતે જે જીવન જીવે છે તે મુશ્કેલ છે. છતાં પણ ટકી રહેવા ખૂબ મહેનત કરે છે તેવો પોતાનો મત સાબિત કરવા માંગતા હતા. જો કે, બંને પોતાની રીતે સાચા જ હતા. મન હોય કે તન કસાયેલા રાખવા મહેનત તો કરવી જ પડે ને! આ વાત તેમનો મિત્ર રાજ ખૂબ સારી રીતે જાણતો હતો. પરંતુ, વાદથી વિવાદમાં ઉતરેલ મિત્રોને હમણાં આ સમજાવવું સરળ ન હતું, તે પણ તે જાણતો હતો. બીજી બાજુ યથાર્થ અને સમર્થનો વિવાદ તો ચાલુ જ હતો. રાજ બન...

મદદની જરૂર કોને?

 "મમ્મી,સૌથી સારું કામ કયું?" દેવે પ્રશ્ન કર્યો.      "જરૂરિયાતમંદોને મદદ કરવી." રસોઈ કરતાં મમ્મીએ કહ્યું.      "હમણાં સૌથી વધુ મદદની જરૂર કોને છે?" જિજ્ઞાસુ દેવે પ્રશ્ન કર્યો.      "બેટા, તું દાદાજીને પૂછ. મને રસોઈ કરવા દે." મમ્મીએ કહ્યું અને દેવે પ્રશ્ન દાદાજીને કર્યો.      દાદાજીએ સમજાવ્યું, "બેટા જરૂરિયાતમંદ તો ઘણાં બધાં છે, પણ આજકાલ સૌથી ખરાબ પરિસ્થિતિ તો આ ધરાની છે. તેથી મદદની જરૂરત સૌથી વધારે તો ધરાને જ છે."      "દાદાજી, ધરા તો કાલે મારી સાથે રમતી હતી; ત્યારે તો એકદમ સારી હતી." સાત વર્ષના દેવે જવાબ આપ્યો.      દાદાજી હસ્યા અને કહ્યું, "બેટા! ધરા એટલે આપણી ધરતી માં જેના પર આપણે રહીએ છીએ."      "આપણે ધરતી માંને કઈ રીતે મદદ કરી શકીએ?" દેવે ફરીથી પ્રશ્ન કર્યો.      "આપણે ધરતીને સાફ રાખીને, ગમે ત્યાં કચરો ન ફેંકીને અને સૌથી મહત્વનું...વૃક્ષો વાવીને." દાદાજી બોલ્યા.      "એમ ત્યારે હું પણ વૃક્ષો વાવીશ, અને મારા મિત્રોને પણ કહીશ. દાદાજી! હું વૃક્ષ ...

પૂરક: ગામ અને શહેર

    "આજે આકાશમાં તારા કેમ નથી દેખાતાં?" પૂર્વીકાએ આકાશ તરફ જોતાં કહ્યું.      "તારા...? મુંબઈમાં તને ક્યારથી તારા નજર આવવાં માંડ્યા? તે પણ આ વિસ્તારમાં!" રાધિકાએ આશ્ચર્ય સાથે કહ્યું અને પૂર્વીકા સ્વપ્નમાંથી બહાર આવી હોય તેમ કહ્યું, "હું તો ભૂલી જ ગઈ કે હું ક્યાં છું... એક મહિનો મમ્મી- પપ્પા સાથે ગામમાં રહી આવી તેથી ગફલત થઈ ગઈ."      "તું ગામને બહુ યાદ કરે છે ને?" રાધિકાએ ભૂલથી જાણે કે પૂર્વીકાની દુઃખતી નસ દબાવી.      "હા, મમ્મી- પપ્પા અને જીગરને પણ, પૂર્વીકા નિઃસાસો નાખતાં આગળ બોલી; તને ખબર છે, મને ગામડું અતિપ્રિય છે."      "તો, તું ત્યાં જ કેમ નથી રહેતી? ગામની સાથે સાથે તું મમ્મી- પપ્પા અને જીગર પાસે પણ રહી શકીશ." રાધિકાએ જિજ્ઞાસાવૃત્તિ વધારી.      "હું પણ ત્યાં જ રહેવા માંગુ છું. પણ આ કામ... હું આ કામ નહીં છોડી શકું. તું જાણે છે ને કે ગામમાં અમારા ઘરની પરિસ્થિતિ કેવી છે! જીગરનો ભણતરનો ખર્ચ, તેમજ મમ્મી- પપ્પાની દવા, ઘરનો ખર્ચ એ બધું હવે પપ્પાથી એકલા હાથે નહીં પહોંચી શકાય. તેથી મારે અહીં રહેવું જ પડશે અ...

મુક્તપંચિકા: જનની

 1,  તમે લાવો છો અધરો પર હસવાનું કારણ તમે નથી તો કંઈ જ નથી 2 સૌથી પ્યારા છો સૌથી વ્હાલાં છો હોય કોઈ વાત જો  કહું તમને માની સહેલી

સફળ લગ્નનું રહસ્ય

      "હવે હું આ રોજનાં ઝઘડાથી કંટાળી ગઈ છું. તને નાની-નાની વાતોમાં પણ તકલીફ છે. મને સમજ નથી પડતી પ્રણવ કે તને કઈ રીતે સમજાવું. હવે તો તારી સાથે વાત કરવું જ એકદમ બેકાર-અર્થહીન લાગે છે." પ્રગતિએ કંટાળીને પ્રણવને જાણે કે પોતાનો ફેંસલો સંભળાવ્યો.       "એમ છે ત્યારે, તો સાંભળ...મને પણ તારી સાથે વાત કરવામાં કોઇ રસ નથી. વાત તો મને નથી સમજાતી કે ક્યારેય તેં મને કંઈ પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે?" પ્રણવ પણ ક્રોધે ચડ્યો.      "સાચું કહું તો મને હવે તને કંઈ જ નથી સમજાવવું. તારી સાથે વાત પણ નથી કરવી." પ્રગતિ ગુસ્સામાં હતી.      "તો તારે કરવું છે શું?" પ્રણવનો ગુસ્સો વધતો જતો હતો.      "મને... મને હવે તારાથી અલગ થવું છે. બસ, વાત અહીં પૂરી થઈ. દાદા-દાદીનાં લગ્નની વર્ષગાંઠ આવે છે, એની ઉજવણી થઈ જાય પછી આપણે ઘરે બધાને જણાવી દઇશું."  પ્રગતિએ વાતને પૂર્ણ વિરામ આપતાં જણાવ્યું.      "તું સાચે મારાથી અલગ થવા માંગે છે? "પ્રણવ હજુ પણ આશ્ચર્યચકિત હતો.      "હા, અને આ મારો છેલ્લો નિર્ણય છે." પ્રગત...

જન્મદિવસની ઉજવણી

 સિયાના જન્મદિવસની ઉજવણી હતી. ખુશીનો માહોલ હતો. કેક કાપવાનો સમય આવ્યો, ત્યારે બધાં કેક જોઈને થોડાં ચકિત થઈ ગયા. જેનું કારણ કેક પર લખેલું નામ હતું. કેક પર હેપ્પી બર્થડે સિયાને બદલે હેપ્પી મધર્સ ડે લખેલું હતું. તેથી બધાં સિયાને પ્રશ્નો કરવા લાગ્યા.      સિયાએ કહ્યું, મિત્રો આપણે દર વર્ષે આપણો જન્મ દિવસ ઉજવીએ છીએ. આપણા અસ્તિત્વને આપણે વધાવીએ છીએ. પરંતુ, ક્યારેય પણ આપણા અસ્તિત્વને દુનિયામાં લાવનારી એ ખાસ વ્યક્તિને વધાવી છે? નહીં. એટલે જ આ જન્મદિવસ હું મારા અસ્તિત્વને નહીં, પરંતુ મારી સૌથી ખાસ મિત્ર... મારી સખી... મારી માંના અસ્તિત્વને ઉજવવા માંગુ છું.      દરેક માં પોતાનાં બાળક માટે ઘણું બધું કરે છે. એમાં નવું કંઈ જ નથી. પરંતુ તેમાં ખૂબ જ પ્રેમાળ લાગણી હોય છે. જે દરેક વ્યક્તિ માટે ખાસ તેમજ નવી હોય છે. મારાં માટે મારાં માતા-પિતા બંને મારી માં જ છે. પિતાજી બાળપણમાં જ અમને છોડી ગયા તેથી એમને જાણવાનો મોકો જ ન મળ્યો. મારા માટે બધું જ મારી માં છે. તે પોતાનો જન્મદિવસ પણ ક્યારેય નથી ઉજવતા. પોતાનાં માટે બધી જ વસ્તુ તેમને મોંઘી લાગે છે, અને મારાં માટે બધું જ તેમને સ...

દ્રઢ નિશ્ચય

 "તું ગામમાં જઈને ખેતીનો વ્યવસાય કેમ કરવા માંગે છે? શું જરૂર છે, ત્યાં તો કોઈ બીજાને પણ તું કામ કરવા માટે રાખી શકે છે. અહીંયા કેટલી સરસ નોકરી મળે છે; તું તે કેમ નથી સ્વીકારતી?" રોહને માનસીને પૂછ્યું.      "પ્રસ્તાવ તો ખૂબ જ સરસ છે, પણ હું પપ્પાના સ્વપ્નને પૂર્ણ કરવા માંગું છુ. તેથી ગામમાં જ ખેતી કરવા માંગુ છું." માનસીએ મક્કમતાથી જવાબ આપ્યો.      માનસી પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને પોતાના ઘરે ગામમાં આવી ગઈ. તેણે પોતાના મિત્રોથી અલગ કંઈક નવું કરવાનું વિચાર્યું. એગ્રીકલ્ચરના અભ્યાસ બાદ તેણે ગામમાં જઈને ખેતીના વ્યવસાયને આગળ વધારવાનું વિચાર્યું. પિતાની ઇચ્છાને માન આપતાં તે શહેરની નોકરીને તરછોડીને ગામમાં આવી ગઈ. ખેતીનો વ્યવસાય તો વારસામાં મળ્યો જ હતો અને હવે તો વૈજ્ઞાનિક પદ્ધતિથી પણ તે અવગત હતી તેથી તેણે ખેતીના વ્યવસાયની શરૂઆત કરી. બધું જ બરાબર ચાલતું હતું; પરંતુ કમનસીબે તે વર્ષે વરસાદ ન વરસ્યો. જેથી ખેતર જેવાં લહેરાવવાં જોઈએ તેવાં ન લહેરાયા. ગામનો દરેક વ્યક્તિ આવતાં વર્ષે વરસાદ પડશેની રાહમાં હતો; પરંતુ બીજા વર્ષે પણ વરસાદ ન આવ્યો. આવું સદંતર ત્રણ વર્ષ થતાં, ગામ...

સ્ત્રી: ઘરની સુપરહીરો

 "તમારી પાસે આ નવાં વિચારો છે, આપણા વાર્ષિક સામાયિકના મુખપૃષ્ઠ માટે! સાચે આ નવા વિચારો! આ એકદમ વાહિયાત છે. કંઈપણ કરો, કંઈક નવું વિચારો, કંઈક એવું જે સામાન્ય માણસોને લાગુ પડે. જેની સાથે સામાન્ય માણસો પોતાને જોડી શકે." આસ્થા પ્રકાશનનાં માલિકની ચિંતા ગુસ્સો થઈને વરસી રહી હતી.      એક મહિનાથી આખી ટીમ તેમના વાર્ષિક સામાયિકનાં મુખપૃષ્ઠ માટે તૈયારી કરી રહ્યાં હતા. પરંતુ તેમના માલિકને કોઈપણ વિચારો મુખપૃષ્ઠ માટે ગમતાં જ ન હતાં. હવે ફક્ત એક અઠવાડિયું બાકી હતું અને સમયમર્યાદા પૂર્ણ થવાના આરે હતી, તેથી તેમની ચિંતા વધતા આજે તેઓ અત્યંત ક્રોધિત થઈ ગયા.      મયૂર એકવાર ફરીથી નકારેલાં વિચારો સાથે પોતાના ટેબલ પર આવીને બેઠો. પોતાની ટીમને બોલાવીને તેણે કહ્યું, "કંઈક સામાન્ય માણસોને લાગુ પડે તેવું વિચારવું પડશે, તો બધા ફરીથી કામે વળગો."       રોનકે પોતાનો વિચાર જણાવતાં કહ્યું, "સુપર હીરો, સુપર હીરો કેવું રહેશે?"       "રોનક મને લાગે છે કે તેં સાંભળ્યું નહીં મેં જે કહ્યું તે, સામાન્ય માણસોને લાગુ પડે તેવું અને તું સાવ આ બાળક બુદ્ધિ જેવા વિ...

સમયની કરામત

 "ડૉ. શું થયું છે, અમારી ખુશીને... એ અચાનક બેહોશ કેમ થઈ ગઈ?" ખુશીની મમ્મીએ ગભરાતાં પૂછયું.      "ખુશીને જેમ બને તેમ જલ્દી હોસ્પિટલમાં જ લઈ જવી પડશે; હું હમણાં કંઈ નહીં કહી શકું. એમ્બ્યુલન્સને આવતાં વાર લાગશે, એની રાહ જોવી પાલવે નહીં; કોઈ છે જે આપણને જલ્દી હોસ્પિટલ પહોંચાડી શકે?" ડૉ. જવાબ આપ્યો.      "ગામમાં એક જ વ્યક્તિ છે જે આ કામ કરી શકે છે- શંકર." ગામનાં એક વ્યક્તિએ કહ્યું.      "જલ્દી બોલાવો શંકરને, એક મિનિટ પણ મોડું નહીં ચાલે." ડૉ. ઝડપ બતાવતાં કહ્યું.       શંકર પોતાની ટેક્સી લઈને આવ્યો, અને પલક ઝબકતાં તો તેણે હોસ્પિટલની સામે ટેક્સી ઉભી કરી દીધી. ખુશીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી અને સદભાગ્યે તેનો જીવ બચી ગયો. ખુશીનાં માતા- પિતા શંકરનો પાડ માનતાં થાકતા ન હતા.      "શંકર તું આજે નહીં હોત તો અમારી ખુશીનું શું થાત?" ખુશીના પિતાએ કહ્યું      "એમ કઈ ખુશી આપણને છોડી જતી હોય! તમે ચિંતા ન કરો, બધું સારું થઈ જશે." શંકર આશ્વાસન આપતાં બોલ્યો.      આ બધી વાત હોસ્પિટલમાં બેઠેલ એક યુ...

સંવેદના

 ઝરૂખામાં ઊભા રહીને સવારનું સૌંદર્ય નિહાળતાં હર્ષદભાઈએ કંઈક જોયું અને એમનું મન કંપી ગયું. મેદાનમાં એક નાનું કબૂતર બેઠું હતું અને તેનાથી થોડે દૂર એક કૂતરો ઊભો હતો. કબૂતરને જોઈને તેણે તેને પકડવા દોટ મૂકી ત્યારે પોતાનો જીવ બચાવવા કબૂતર જેવું ઉડ્યું કે તરત જ બિલ્ડિંગ (મકાનને) અથડાઈને ભોંય તળિયે પડ્યું.      હર્ષદભાઈ ઝરૂખામાંથી જોઈ રહ્યાં હતાં તેથી તેઓ તરત જ નીચે પારેવાંને લેવા ગયા. જેવું તેમણે તેને ઊંચક્યું ત્યારે જોયું કે બરાબર પત્થરનો ઘા તેના હૃદય પર વાગ્યો હતો. તેઓ કબૂતરને પોતાનાં ઘરે લઈ આવ્યા. જેવાં તેઓ લિફ્ટમાં ગયા કે કબૂતરે તેમને ધીમેથી આંખો ખોલીને જોયું અને પછી તરત જ આંખો મીંચી દીધી; જાણે કે તેણે જાણી લીધું કે હવે તે  સુરક્ષિત હાથોમાં છે. ઘરે લાવીને હર્ષદભાઈએ કબૂતરનાં ઘાવ સાફ કર્યા અને તેના પર મલમ લગાવ્યો ત્યારે એણે ફરીથી આંખો ઉઘાડી. હર્ષદભાઈએ તેને પાણી પાયું અને કબુતરે ફરીથી તેની આંખો મીંચી દીધી, આ વખતે હંમેશાં માટે... આ બધું હર્ષદભાઈની દીકરી મીની જોઈ રહી હતી. ઘાયલ કબૂતર માટે તેનાં હૃદયમાં એક સંવેદના જાગી હતી અને તે સંવેદના કબૂતરની આંખો મીંચાતાં *આંખોમાં વેદ...

કૅન્સર

     "બેટા તું થોડું ઘરે બનાવીને જમતી હોય તો! રોજ રોજ બહારનું જ ખાયા કરીશ તો તું બીમાર પડી જઈશ." માલતીબેન તેમની દીકરી પ્રિયાને સમજાવી રહ્યા હતા.      "મમ્મી! તમે નાહકની ચિંતા કરો છો, મને કંઈ નહીં થાય." પ્રિયા માલતીબેનને વિશ્વાસ આપવી રહી હતી.      પ્રિયા પોતાની માતાથી દૂર મુંબઈમાં નોકરી કરતી હતી. ગામમાં સારા પગારવાળી નોકરી ન મળતાં મજબૂરીમાં તેને શહેરમાં આવવું પડ્યું. પોતાની માંનું સપનું પૂર્ણ કરવા તેણે ગામમાં ઘર લીધું હતું તેની લોન ભરવા માટે પ્રિયાને ઘરથી દૂર, પોતાની માતાથી દૂર મુંબઈ શહેરમાં એકલા રહેવું પડતું હતું. તે કામથી એટલી થાકી જતી કે તેને ઘરે ખાવાનું બનાવવાનો સમય ન રહેતો, તેથી તે હંમેશા જંક ફૂડ ખાઈને જ પોતાનું પેટ ભરતી. થોડો સમય તો બધું બરાબર ચાલ્યું પછી ધીમે ધીમે તેની તબિયત બગડવા લાગી. પ્રિયા માને ચિંતા થાય એ વિચારીને પોતાની તબિયતના સમાચાર છુપાવતી અને કંઈ કહેતી નહીં. પરંતુ જ્યારે તબિયત વધારે બગડી ત્યારે તેણે પોતાની માંને જણાવ્યું. માલતીબેન તાત્કાલિક શહેર આવ્યા ત્યારે પ્રિયા હોસ્પિટલમાં હતી. ડોક્ટરે જણાવ્યું કે પ્રિયાને પેટનું કૅન્સર થય...

શિયાળની યોજના

     "જુઓ, એમ તો માણસો મને વધુ પસંદ નથી, પરંતુ એમની એક વાત મને ગમી હતી કે પોતાનું ઘર આપણે પોતે જ બચાવવું પડશે." પ્રાણીઓની સભામાં શિયાળભાઈએ વાત શરુ કરી.      "તમે શું કહેવા માંગો છો?" સસલાંએ પૂછ્યું.      "આપણું ઘરે એટલે કે આ વન; જેને આ માણસો જ નષ્ટ કરી રહ્યા છે, તેથી આપણે કંઈક કરવું પડશે." શિયાળભાઈએ જવાબ આપ્યો.      "જે આપણું ઘર નષ્ટ કરે છે તમે તેમની સલાહ માનવાની વાત કરો છો?" હાથીએ કહ્યું     "કારણ કે, દુશ્મનની સલાહ ઘણી વાર કારગર સાબિત થાય છે." શિયાળે જવાબ આપ્યો.      "તમારી પાસે કોઈ યોજના છે?" વાઘે પૂછ્યું.      "દર વખતની જેમ કોઈ ઉત્કૃષ્ટ યોજના નથી પણ વિચારી લીધું છે કે હવે એમને આપણે વનનાં વૃક્ષ નહીં કાપવા દઈએ." શિયાળે કહ્યું.      "સરકારે કાયદો બનાવ્યો છે કે વનને કાપવા નહીં. પરંતુ તેઓ ચોરી છૂપે રાતના સમયે વૃક્ષ કાપે છે, ત્યારે આપણે સૂતા હોઈએ; તો હવે આપણે શું કરીશું?" સસલાએ ફરીથી પૂછ્યું.      "આપણે ગોરીલાભાઈની મદદ લઇ શકીએ; એમનો દેખાવ માણસ જેવો જ છે અને રાત્...

જો સ્વપ્ન સાચું થાય તો...

      "મારી પાસે જો કોઈ જાદુ હોત તો હું આ આખી દુનિયા બદલી નાખત. દુનિયા નહીં તો ઓફિસ તો બદલી જ નાખત." કોઈ કોઈને સમજતું જ નથી. રોજ રોજની તકલીફોથી કંટાળીને તુલસી એક જગ્યા પર એકલી આવીને બેઠી અને પોતાની સાથે જ વાતો કરી રહી હતી. ત્યાં એક વ્યક્તિ હતો એણે તેને કહ્યું કે   "આ લે, હું તને કંઈક આપું છું." અને તે વ્યક્તિએ તુલસીને કંઈક આપ્યું. તુલસીને તો કંઈ સમજ ન પડી, તેણે જોયું તો એ એક ચિરાગ હતો. એ કંઈ સમજે અને બોલે તે પહેલાં તો તે માણસ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયો.      તુલસીને કંઈ સમજાયું નહીં. તે અસમંજસમાં જ પોતાના ઘરે આવી અને ચિરાગને ટેબલ પર મૂકી દીધો. તેનો નાનો ભાઈ રમતાં રમતાં તેના રૂમમાં આવ્યો અને ટેબલ પર ચિરાગને જોઈને અલાદીનનો ચિરાગ તેને યાદ આવતાં તેણે તેને ઘસ્યો. તેવામાં તો તુલસી બાથરૂમમાંથી બહાર આવી અને તેના ભાઈને ગુસ્સામાં રૂમમાંથી જવા કહીને દરવાજો બંધ કરી દીધો. જેવો તેનો ભાઈ ગયો કે ચિરાગમાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને જીન બહાર આવ્યો.      જીને પૂછ્યું, "બોલ તારી ઈચ્છા શું છે?" તુલસી તો સ્તબ્ધ રહી ગઈ. પહેલાં તો એને કંઈ સમજાયું નહીં પછી તે ધ...

પિશાચ

      "તો નક્કી થયું, બે દિવસ પછી આપણે કેમ્પ (પડાવ)માં જઈશું. રાતના સમયે બોન ફાયર (આનંદસૂચક હોળી)માં કેટલી મજા પડશે! પૂનમની રાત છે, ખૂબ મજા આવશે." મૈત્રી પોતાના મિત્રો સાથે વનમાં પડાવ (કેમ્પ) માટે જવા ખૂબ જ ઉત્સાહથી યોજના બનાવી રહી હતી. બધા મિત્રોએ હામી ભરી, પરંતુ દેવ કંઈ બોલ્યો નહીં; તેથી આકાશે પૂછ્યું, "દેવ તું આવે છે ને?"       દેવ બોલ્યો, "તમે જાઓ, મને થોડું કામ છે; તેથી હું નહીં આવી શકું."     "શું યાર, દેવ! તું હંમેશા આમ જ કરે છે, કોઈ વાત સરળતાથી, આનાકાની વગર માનવામાં તને તકલીફ થાય છે?" વિનય ફરિયાદ કરતાં બોલ્યો.      "તને સાચે કામ છે કે પછી તું કંઈક છુપાવે છે?" આરોહી દેવની મજાક કરતાં બોલી. તેની વાત સાંભળીને દેવનો ચહેરો જાણે ફિક્કો પડી ગયો, તે કંઈ પણ બોલ્યા વિના ત્યાંથી ચાલ્યો ગયો.       બે દિવસ બાદ બધા મિત્રો ભેગા થયા અને પૂનમની રાત્રે બોનફાયર માટે જંગલમાં ગયા. બધા ખૂબ જ ખુશ હતા પરંતુ મૈત્રી થોડી દુઃખી અને ઉદાસ હતી. એને ચૂપચાપ એક જગ્યા પર બેઠેલી જોઇને તેના મિત્રો તેની મજાક કરવા લાગ્યા. "જેણે આ યોજના બનાવી ત...

તું ઝાકળ બની વરસી જા

 કોરું જીવન આ વર્ષોથી, તું વરસાદ બની વરસી જા; તરબોળ ન કરવું હોય તો, છેલ્લે ઝાકળ બની વરસી જા. રાહ જોઉં છું મંઝિલની, તું માર્ગ બની મળતો જા; મૃગજળ દેખી આગળ વધુ, તું ઝાકળ બની વરસી જા. બંધ રાખ્યા મેં દિલનાં દરવાજા, તું આવીને ખોલી જા; હ્રદય ભીનું કરવું મને, હવે તું ઝાકળ બની વરસી જા. ભીનાશ ભલે ન મળે વર્ષાની, તું પર્યાય વર્ષાનો બની જા; મોતી બની જે પર્ણે ચમકે, તે ઝાકળ બની વરસી જા. જીવન સૂનું રણ રેતીનું, તું ક્ષણનાં પગલાં ભરતો જા; ક્ષણનું જીવન બક્ષ થોરને, તું ઝાકળ બની વરસી જા.

નટખટ પરી

   "નટખટ પરી! ગઇ વખતે તમારી ભૂલ પર તમને છેલ્લી ચેતવણી આપવામાં આવી હતી કે જો હવે પછી તમારી ફરિયાદ આવશે તો તમને પરિસ્તાનમાંથી કાઢી મુકવામાં આવશે. આમ, ચેતવણી આપવા છતાં પણ તમારી ફરિયાદ આવી છે જેથી સજારૂપે તમારે એક મહિના માટે પૃથ્વી ઉપર જવું પડશે."  રાણી પરીની સહેમતી સાથે ભગવાનને પોતાનો નિર્ણય સંભળાવ્યો.      પરિસ્તાનની સૌથી ચંચળ અને ખુશમિજાજ પરી હોવાથી નટખટ પરીને તેનું નામ 'નટખટ' મળ્યું હતું. ઘણીવાર તેને તેની ભૂલો અનદેખી કરીને માફ કરવામાં આવતી પરંતુ આ વખતે તેની ભૂલ માટે તેને સજા આપવી જ પડશે એમ વિચારીને તેને પરિસ્તાનમાંથી એક મહિના માટે પૃથ્વીલોક પર મોકલવામાં આવી, જેથી કે તે પોતાની ભૂલ સમજે અને ફરીથી અન્યને પોતાના જાદુથી હેરાન નહીં કરે.      નટખટ પરી પૃથ્વી પર આવી ત્યારે તે કોઈને ઓળખતી ન હતી. શું કરવું... ક્યાં જવું... તેને કંઈ ખબર ન હતી. તે સમયે લોકોનો અવાજ સંભળાયો ચાલો... ચાલો... જાદુ જોવા ચાલો, જાદુગર આવ્યો છે. નટખટ પરીએ વિચાર્યું પૃથ્વી પર કોણ છે જે અમારી જેમ જાદુ કરે છે! ચાલને હું પણ જોઉં.      નટખટ પરીએ જાદુ બતાવતાં જાદુગરને જો...

સુપરહીરો: રોહિત

 રોહિતને સુપરહીરો ખૂબ જ ગમે. તેથી તે મોટો થઈને સુપર હીરો બનશે, એવું વારંવાર પોતાની માને કહ્યા કરતો. "મારો દીકરો તો પહેલાંથી જ સુપર હીરો છે." મા પણ રોહિતને ખુશ કરવા કહી દેતી. પરંતુ હકીકતથી બધા વાકેફ હતા કે રોહિત બે વર્ષનો હતો ત્યારે તેને પોલિયો થઈ ગયેલો જેથી તે એક પગથી વિકલાંગ હતો. આથી તેની સુપર હીરો બનવાની વાત પર તેની મા સિવાય ઘરના અન્ય સદસ્યો નિરાશા અનુભવતા અને તેની માને તેને ખોટી આશા આપવાનું બંધ કરવા કહેતા. પરંતુ રોહિતની માને તેના પર અતૂટ વિશ્વાસ હતો તેથી તે ઘરનાં સદસ્યોની વાત પર વધુ ધ્યાન આપતી નહીં.      રોહિતની મા નીતાબેન ઘરનાં સભ્યોને હંમેશા સમજાવવાનો પ્રયત્ન કરતાં કે સુપર હીરોને આપણે ભલે શરીરથી મજબૂત જોઈએ છીએ; એમાં પણ શંકા નથી કે તેઓ મનથી પણ મજબૂત હોય છે. ભલે આપણો દીકરો તનથી કમજોર હોય પણ એ મનથી મજબૂત રહેશે તો જીવનમાં ક્યારેય પાછળ નહીં રહે. તેથી હું તેને મનથી મજબૂત બનાવવા માંગુ છું.      રોહિત ભણવામાં તો પહેલાથી જ ખૂબ હોશિયાર અને તેને રમતોનો પણ ભારે શોખ. પણ તેની શારીરિક પરિસ્થિતિ તેની મેદાનની રમતોમાં ભાગ લેવા માટે પરવાનગી આપતી નહીં. રોહિતને નિરાશા...

કૃપા કે ચમત્કાર

 કોરોના સંપૂર્ણ રીતે નાબૂદ થઈ ગયો છે, એવું તો ન કહી શકાય; પરંતુ હવે ઘણું બધું સુધરી ગયું છે, એવું આપણે ચોક્કસપણે કહી શકીએ છીએ. બે વર્ષ પહેલાંનો સમય દરેક વ્યક્તિ માટે અત્યંત દુઃખદાયક હતો અને તેમાંથી હરીશભાઈ અને તેમનો પરિવાર પણ બાકાત ન રહ્યો.      હરીશભાઇ વ્યવસાયે ડ્રાઇવર. તેમની પત્ની નિશાબેન સિલાઈ કામ કરે. કોરોનાનાં સમયે દરેક વ્યક્તિનાં કામકાજ ઠપ થઈ ગયા. ત્યારે બધાને જેવી આર્થિક મુશ્કેલી પડી તેવી હરીશભાઈ અને નિશાબેનનાં પરિવારમાં પણ પડી. જે થોડી બચત હતી તે તો થોડાં દિવસોમાં પૂર્ણ થવાને આરે હતી. તેમની નાની દીકરી ભણતી હતી અને મોટી દીકરી મુંબઈ શહેરમાં નોકરી કરતી હતી. સદભાગ્યે ભારત બંધ થવાનાં એક દિવસ પહેલાં જ તે પોતાના ઘરે આવી અને બીજા દિવસથી આખા ભારતમાં બંધની ઘોષણા થઈ ગઈ. કામ ન હોવાથી આર્થિક પરિસ્થિતિ કથળતી જતી હતી. તે સમયે એક મહિના બાદ હરીશભાઈને કુરિયરની ગાડી ચલાવવા માટેની નોકરી આવી. એક દિવસનાં અંતરાળે તેમણે મુંબઈ જવાનું હતું. પરંતુ મુંબઈમાં કોરોનાની પરિસ્થિતિ તે સમયે વધુ ગંભીર હતી. વેક્સિન પણ આવી ન હતી તેથી સુરક્ષાકવચ જેવું તો કંઈ જ ન હતું. ઘરમાંથી બહાર ન નીકળવું એ જ સૌ...

સત્યથી સફળતા સુધી

    "આ કામ ક્યાં સુધી કરવું પડશે? મેં તને કીધું હતું ને કે હું આ કામ હવે નહીં કરું; તને કેટલી વાર કહેવાનું હોય! આટલી સરળ વાત સમજવામાં તને કેમ આટલી મુશ્કેલી પડે છે?" વિનય કંટાળીને રશ્મિને કહી રહ્યો હતો.       "તારી પાસે કોઈ રસ્તો નથી, વિનય. તારે કરવું જ પડશે." પોતાનો મોબાઈલ બતાવતાં... "તને યાદ છે કે પછી..." રશ્મિએ વિનયને ધમકાવ્યાં બાદ આગળ કહ્યું, "આ છેલ્લી વાર છે આટલું કામ કરી દે પછી તને નહીં કહું."      "આ હું ઘણાં સમયથી સાંભળું છું. પણ તારી માંગણીઓ પૂરી જ નથી થતી, તને ખબર છે રશ્મિ આમાં કેટલું જોખમ છે; એક વાત તો કહે, તું મારી મિત્ર છે કે પછી..." વિનય વાક્ય અધૂરું છોડ્યું.      રશ્મિ અને વિનય મિત્ર હતા. બંને એક સાથે જ કોલેજમાં અભ્યાસ કરતાં. વિનય રશ્મિને પસંદ કરતો તેથી તેની દરેક વાત માનતો. બંનેને એકસાથે એક જ કંપનીમાં કામ કરવું હતું પરંતુ વિનયને પહેલા નોકરી મળી ગઈ. રશ્મિએ ખૂબ માથાકૂટ કરી કે તેને પણ વિનય સાથે જ નોકરી મળે પરંતુ એવું થઈ શક્યું નહીં. ઊલટું રશ્મિને વિનયની હરીફ કંપનીમાં નોકરી મળી. રશ્મિ શરૂઆતથી જ વધુ પડતી મહત્વાકાંક્ષી હતી. ...

મિત્રતાનું પુનઃ મિલન

  અગિયારમાં ધોરણમાં ભણતી, તરુણાવસ્થામાં હોવા છતાં ચંચળતાનો અભાવ અને ઠરેલ સ્વભાવની નિવાને પહેલીવાર જોઈને હિરેનને નવાઈ લાગી હતી. એક જ વર્ગમાં ભણતાં ધીમે- ધીમે બંનેની દોસ્તી થઈ ગઈ. નિવા પોતાના ભણતરને લઇને ખૂબ જ સજાગ. નિવાની આ જ સાદગી અને ગંભીરતા હિરેનને તેના તરફ આકર્ષિત કરતી. પરંતુ વર્ગમાં હિરેન અને કાજલ વચ્ચે પ્રેમસંબંધ હોવાની વાતો ચાલતી હતી અને નિવાએ પણ તેમને એકસાથે જોયા હતા.       એકવાર સાંજે શાળા છુટવાના સમયે હિરેને નિવાને એક કાગળ આપ્યું. નિવાએ તે કાગળ ખોલીને જોયું અને ગભરાઈ ગઈ, ગભરાહટમાં બે દિવસ શાળાએ પણ નહીં ગઈ. નિવાની બે દિવસની ગેરહાજરી પછી શાળામાં આવતાં, હિરેન સાથે વાતો કરવાનું બંધ થતાં; હિરેનને પોતાની ભૂલ સમજાઈ અને તેણે માફી માંગવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. બીજી બાજુ કાજલ સાથે પણ હિરેનની વાતચીત બંધ થઈ ગઈ, જેના માટે નિવા પોતાને જવાબદાર સમજવા લાગી; કારણ કે આખા વર્ગમાં નિવા અને હિરેન ચર્ચાનો વિષય હતા. ત્યારબાદ નિવાએ ક્યારેય હિરેન સાથે વાત કરી નહીં અને બારમા ધોરણ બાદ તેણે ક્યારેય હિરેનને જોયો પણ નહીં.          ...