દે આવકાર
આ મારું ને તે તારુંમાં વહેંચાયેલ માનવ રે,
ફરિયાદ ન કર દે આવકાર માનવને રે.
શબ્દોમાં સોમજ ને ભેષજ પણ શબ્દે રે,
ફરિયાદ ન કર દે આવકાર શબ્દને રે.
ક્ષિતીનો દરિયો જે દિલમાં ઉભર્યો રે,
ફરિયાદ ન કર દે આવકાર દરિયાને રે.
લાગણીની વાણી જે કડવી ને મીઠી રે,
ફરિયાદ ન કર દે આવકાર વાણીને રે.
વમળો ને કમળોમાં વહેંચાયેલ જિંદગી રે,
ફરિયાદ ન કર દે આવકાર જિંદગીને રે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો