પોસ્ટ્સ

સપ્ટેમ્બર, 2023 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ગઝલ - બહાર નીકળવું પડે...

 સાચી દુનિયા જોવા જ બહાર નીકળવું પડે. સમીર શ્વાસોમાં ભરવા જ બહાર નીકળવું પડે. રંગબેરંગી પ્રકાશ કયા ઘરમાં નથી મળતો? સૂર્યપ્રકાશ મેળવવા જ બહાર નીકળવું પડે. સમજ, જ્ઞાન ને જાણ કયુ પુસ્તક ઓછી આપે? મનની લાગણી સમજવા જ બહાર નીકળવું પડે. સંકોચથી મુંઝાયને ક્યાં સુધી એકલા રહેશો? પોતાને લડતા કરવા જ બહાર નીકળવું પડે. જીવન પૂરું થાય કોઈકના સહારા સાથે પણ! આત્મનિર્ભર બનવા જ બહાર નીકળવું પડે. ✍️ સોનલ ટેલર 

ગઝલ - મનને થશે શાંતિ...

તમને જોઈ લાગી હૃદયમાં એક અજુગતી શાંતિ જગત ભૂલી જવાય વારંવાર, થાય એવી ભ્રાંતિ હું સાંભળું અચાનક ક્યારેક મારું નામ તમે પોકારતા એ થશે વાસ્તવિકતા કે રહેશે હંમેશા ખોટી ભ્રાંતિ? આંખોમાં એ ઈન્તેજાર ફક્ત હવે મારો નથી રહ્યો, તમે મળીને કરશો એ એકરાર, ફક્ત એટલું જાણતી થઈ જશે હાશ! તમને, જ્યારે મને જોઈને પૂરા થયા વાયદાની, હવે મનને થશે શાંતિ. ✍️ સોનલ ટેલર 

ગઝલ - તો પછી શું?

 ફાવે તેવું મળી જાય, તો પછી શું? મળતું મનને ફાવી જાય, તો પછી શું? અઢળક પ્રયાસે પણ નિષ્ફળ ગયા કેટલાં! આમ, સફળતા સરળતાથી મળે, તો પછી શું ? પરીક્ષા મારી જ વારંવાર, વિચારે કોણ નહીં! તપાવ્યા વિના જો કુંદન બને, તો પછી શું? દ્રષ્ટિ જોઈએ શ્રદ્ધાની, પછી ઈશ્વર ક્યાં નથી! જ્યારે પથ્થર પૂજતાં દેવ બને, તો પછી શું? જીવન રણમેદાન, વાર પડે ને સામનો કરો સંઘર્ષ વિના જો જીવન બને, તો પછી શું? ✍️ સોનલ ટેલર 

બંધાઈ જવામાં ડહાપણ છે.

*શીર્ષક* :- બંધાઈ જવામાં ડહાપણ છે. ***************************** જો વાત સંબંધ સાચવવાની તો નમી જવામાં ડહાપણ છે. જો વાત ખોટી સહેવાની તો લડી જવામાં ડહાપણ છે. કાચ જેવી જિંદગી દેખાડે અક્ષ અનોખો વારંવાર, તૂટવું એની કિસ્મત આપણે સંધાઈ જવામાં ડહાપણ છે. ઝઘડા, લડાઈ, રમખાણ, તોફાનો જિંદગીના પર્યાય સમ; સમજદાર બની એ રસ્તેથી ફંટાઈ જવામાં ડહાપણ છે. દિલ દુખાઈ, હૃદય હારે, તોય શીખ્યા 'મન મોકળું રાખવું;' માફ કરીને માફી દઈને અંજાઈ જવામાં ડહાપણ છે. પર્યુષણનો તહેવાર છે ક્ષમા- યાચનાનો ખાસ વાર, મિચ્છામી દુક્કડમ કહીને ફરી બંધાઈ જવામાં ડહાપણ છે. ✍️ સોનલ ટેલર

ચાલ ફરી વરસાદમાં જઈએ...

*શીર્ષક* :- ચાલ ફરી વરસાદમાં જઈએ... ****************************** ચાલ ફરી વરસાદમાં જઈએ, પાણીના ટીપે ઘાસમાં જઈએ. છબછબીયાની આશમાં જઈએ, પાણીના ટીપે ઘાસમાં જઈએ. મનોહર મોસમનો મિજાજ મખમલી મન મોજીલું માણવા તરશે,  ચાલ ભેરુ પ્રકૃતિની ઓથમાં જઈએ, પાણીના ટીપે ઘાસમાં જઈએ. ચાદર ઓઢી લીલી ધરા, સોળ શ્રૃંગાર સજી ખ્વાબ સજાવે, એ લીલા ખ્વાબની રાહમાં જઈએ, પાણીના ટીપે ઘાસમાં જઈએ. બને સુંદરતાનો પર્યાય ધરા, કરે વર્ષાઋતુ આગમન જરા; એ સુંદરતાના સાથમાં જઈએ, પાણીના ટીપે ઘાસમાં જઈએ. સાંભળ! અનોખું સંગીત છે વર્ષાબુંદનું, ઈશ એનો સંગીતકાર; એ સંગીત સંમેલન સાથમાં જઈએ, પાણીના ટીપે ઘાસમાં જઈએ. ✍️ હું સોનલ ટેલર 

તું મારો હકદાર છે.

*રચના..........* તને મેળવવાની કદાચ વાર છે, મુજ પર જિંદગીનો ભાર છે. ઉતાવળ કોનું ભલું કરે? સહજતા મિલનનો તાર છે. ડગ- ડગ માંડી આગળ વધુ છું, મારી ધીરજનો એ પાળ છે. પ્રાર્થનામાં રહે તું વર્ષોથી મારી, માંગ્યું એક નહિ વારંવાર છે. અતિરેક નથી આ એષણા મારી, તું જ મારો એક હકદાર છે. ✍️ સોનલ ટેલર 

ગુજરાતીની ઓળખ

*શીર્ષક- ગુજરાતીની ઓળખ* મીઠી બોલીનું માખણ લગાવી પોતાનું કામ કરાવી લે, એ પાકો ગુજરાતી જાણવો. ના, ના...ગુજરાતીઓની ફક્ત આ જ ઓળખ નથી. આમ તો ગુજરાતી ઘણી બધી બાબતોમાં અલગ તરી આવે, પણ તેમની મીઠી બોલી જગપ્રસિદ્ધ છે. તેથી ગુજરાતી તરીકે આ ઓળખાણથી ઓળખાવું મને ખૂબ જ ગમે. આ સિવાય પણ ઘણી બાબતો છે જે નીચે મુજબ છે. જો કોઈ વ્યક્તિ એમ કહે કે તે શત પ્રતિશત શાકાહારી છે, તો માનજો કે તે વ્યક્તિ 99% ગુજરાતી જ હોવો જોઈએ.  ગુજરાતીઓની વાનગી મોટેભાગે મીઠી હોય છે, કદાચ એટલે જ તેઓ મીઠા બોલા હશે.  કહેવાય છે કે ગુજરાતીઓ બહુ ઓછા સેનામાં જોવા મળે છે. કારણ કે તેમને લડાઈ ઝઘડો પસંદ નથી. આમ તો માતૃભૂમિની સેવા કરવામાં ક્યારેય પાછા ન પડે, પણ લડાઈ ઝઘડાથી હંમેશા દૂર રહેતા લોકો તમને મોટેભાગે ગુજરાતી જ જોવા મળશે. દેશ હોય કે વિદેશ ખાસ કરીને ગુજરાતી તહેવારો જેવા કે નવરાત્રી હોંશે- હોંશે અને વાજતે- ગાજતે, ગમે ત્યાં હોય ત્યાં ઉજવે પૂરજોશમાં નવ દિવસ ગરબાની તાલ પર ઝૂમે એ પાક્કો ગુજરાતી જ હોય.  આમ તો દરેક ભગવાનને સંપૂર્ણ શ્રદ્ધાથી માને પણ જય શ્રીકૃષ્ણ જો સંભળાય તો એ ગુજરાતી સિવાય બીજું કોઈ મુખમંડળ ન હોય. ખાધે- પીધે સુખી ...

મારી માટી મને બોલાવે છે...

*શીર્ષક* :- મારી માટી મને બોલાવે છે... ****************************** એક નાનકડા ગામમાંથી આવીને મુંબઈમાં વસેલા એક જાણીતા ઉદ્યોગપતિનું ઇન્ટરવ્યુ ચાલી રહ્યું હતું. રિપોર્ટર તેમને ઘણાં બધાં પ્રશ્નો કરી રહ્યો હતો અને તેઓ બધાં પ્રશ્નોના ખૂબ જ સારી રીતે જવાબ આપી રહ્યાં હતાં. અંતે રિપોર્ટરે એક પ્રશ્ન કર્યો તેમાં એણે પૂછ્યું, "સર, તમે સફળતાનાં બધાં શિખરો સર કર્યાં છે, ઉદ્યોગની દુનિયામાં તમારું એક આગવું નામ છે, તો મારો પ્રશ્ન એ છે કે શું આવા વ્યક્તિને પણ કંઈક વસ્તુની ખોટ લાગે છે? એવું શું છે જેની તમને સદંતર ખોટ સાલે છે?" રિપોર્ટરના આ પ્રશ્નોનો ઉદ્યોગપતિએ જવાબ આપતાં કહ્યું, "તમે જ કહ્યું તેમ હું સફળતાના સાતમા આસમાને છું, તો મને કઈ વસ્તુની ખોટ હોવાની! હસતાં હસતાં તેમણે આગળ જણાવ્યું, મને કોઈ વસ્તુની ખોટ નથી હું મારા જીવનમાં ખૂબ જ ખુશ છું" અને ઇન્ટરવ્યુ પૂરું થઈ ગયું. ઇન્ટરવ્યુ તો પૂરું થઈ ગયું પરંતુ રિપોર્ટરનો પ્રશ્ન ઉદ્યોગપતિના મનમાં સદંતર ચાલતો રહ્યો. તેમણે મનમાં વિચાર્યું કે સાચે જ કંઇકની તો ખોટ સાલે છે, પરંતુ મને સમજાતું નથી કે તે વસ્તુ શું છે? થોડા સમય બાદ ઉદ્યોગપતિ કામસર પ...

... તો ચાલે

*શીર્ષક- ... તો ચાલે* ------------------------------------- લાગણીને હંમેશા સ્પંદન કહો તો ચાલે. રૂઝ આપતાં શબ્દોને ચંદન કહો તો ચાલે. પોતાના લોહીને તો સૌ કોઈ કરે પ્રેમ, પારકા માટે તડપતા હૃદયને, વંદન કરો તો ચાલે. પરાવાર લાગણી છતાં તરછોડીને જવું, એવી ધૃષ્ટતાનું ખરું નિકંદન કરો તો ચાલે. અપમાન ન કરે જે, પર સ્ત્રીને માત માને, જગનાં એવા કાનુડાને નંદન કહો તો ચાલે. પારકી આશાથી પર હંમેશા જે મુક્ત રહે એવી મુક્તિને મોક્ષનું બંધન કહો તો ચાલે. ✍️ સોનલ ટેલર 

વિશ્વાસ કરી જો

*રચના..........* ઉઠ, હિંમત કરી મનમાં આશ ભરી જો. ડગ માંડ પહેલું સફળતા પાસ ખડી જો. ખોલ દરવાજો રસ્તો કર, પ્રકાશ અંદર આવશે; મનના દ્વાર પર ઉભો છે અજવાસ, કડી જો. અનંત છે આકાશ, ભર ઉડાન, ખોલી પાંખ; વિહગ વિહરે ગગન ફક્ત! છે ભાસ, ઉડી જો. પસ્તાવો ન થાય ભવિષ્યમાં રાખજે એ પણ ધ્યાન  અઢળક અનુભવ સાથે જીવનમાં ખાસ બની જો. *નિષ્ફળતા જેવું કશું નથી*, કહેતાં સ્વામીજી; *નવનિર્માણ* કરવા ખુદ પર વિશ્વાસ કરી જો. ✍️ સોનલ ટેલર 

પ્રાર્થના એટલે...

 *પ્રાર્થના એટલે ભગવાન પાસે ઈચ્છિત વસ્તુ માંગવું એવું જ નથી. પ્રાર્થના એટલે અપેક્ષિત વસ્તુ મેળવવાના બનતા પ્રયત્નોમાં ભગવાનના આશીર્વાદ અને સાથની ઈચ્છા, જેથી સંપૂર્ણ પ્રયત્નો ન કર્યાનો પસ્તાવો ન થાય.* ✍️ સોનલ ટેલર

વિરોધાભાસ

 કહેવાય છે કે દુનિયા બદલવા માટે આપણે પોતાને બદલવું જરૂરી છે. પરંતુ લોકો એ નથી માનતા કે પોતાને બદલવા માટે સૌપ્રથમ આપને ખોટા પણ હોય શકીએ, આપણાથી ભૂલ પણ થાય છે એ સ્વીકારવું પડે. માનવી પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર જ નથી. આ બદલાવ ઈચ્છતા આપણાં સમાજનો સૌથી મોટો વિરોધાભાસ છે. ✍️ સોનલ ટેલર

ઘા- મલમની રમઝટ

*રચના..........* ઘા પડે છે રોજ ક્યાંક મન પર ક્યાંક તન પર સમજણ સ્પષ્ટ કરી ઊજળી કરે જીવનની એ રમઝટ પ્રસન્ન થઈ તું ઝેલી જા, નવું શીખવાની વિભાવનાએ તનના ઘાવ મન મજબૂત કરે, લક્ષ્ય ભેદવાની રમઝટ નથી દેખાતી હસતાં મુખ પર મનની ઊંડી કેટલી પીડા! પળ પળ સહન કરે મનમાં, એ હાસ્યની લગાવી રમઝટ નકારાત્મક નથી એ ધબકતું રાખે, નવતર કરે આયખું  સહન કરે, ઉભરે લીલુડી ધરા, જ્યારે નભ લગાવે રમઝટ  સર્વશ્રેષ્ઠ છબી જોશો એની જેણે કર્યા સહન અતિકષ્ટ પળપળ બદલાતાં જીવનમાં ઘા - મલમની આ રમઝટ  ✍️ સોનલ ટેલર 

અણગમતી પરિસ્થિતિ

 *જીવનમાં અણગમતી પરિસ્થિતિમાંથી જ સૌથી વધુ ગમતી પરિસ્થિતિનો ભેટો થાય છે.*  જેમ કે, કોઈક વ્યક્તિને ચા પીવી ખૂબ ગમે છે. અને ઋતુઓમાં ઉનાળો ગમે છે. પરંતુ એની ગમતી ઋતુમાં એના ગમતાં પીણાનો આસ્વાદ ન માણી શકે. તેથી ઊલટું અણગમતી ઋતુ શિયાળામાં ચા નો આસ્વાદ સૌથી વધુ માણી શકે. ખરું ને! ✍️ સોનલ ટેલર