બંધાઈ જવામાં ડહાપણ છે.
*શીર્ષક* :- બંધાઈ જવામાં ડહાપણ છે.
*****************************
જો વાત સંબંધ સાચવવાની તો નમી જવામાં ડહાપણ છે.
જો વાત ખોટી સહેવાની તો લડી જવામાં ડહાપણ છે.
કાચ જેવી જિંદગી દેખાડે અક્ષ અનોખો વારંવાર,
તૂટવું એની કિસ્મત આપણે સંધાઈ જવામાં ડહાપણ છે.
ઝઘડા, લડાઈ, રમખાણ, તોફાનો જિંદગીના પર્યાય સમ;
સમજદાર બની એ રસ્તેથી ફંટાઈ જવામાં ડહાપણ છે.
દિલ દુખાઈ, હૃદય હારે, તોય શીખ્યા 'મન મોકળું રાખવું;'
માફ કરીને માફી દઈને અંજાઈ જવામાં ડહાપણ છે.
પર્યુષણનો તહેવાર છે ક્ષમા- યાચનાનો ખાસ વાર,
મિચ્છામી દુક્કડમ કહીને ફરી બંધાઈ જવામાં ડહાપણ છે.
✍️ સોનલ ટેલર
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો