તૂટેલો સમય
"જો તો આ છોકરી... પડી છે આને કંઈ! હમણાં બે દિવસ પહેલાં જ એની સગાઈ તૂટી છે અને આને જોઈને કોણ કહેશે કે એની સગાઈ..." બે આંટીઓ આ પ્રમાણે વાતો કરી રહી હતી. ત્યારે "તને આ લોકોની વાત તકલીફ નથી આપતી? આ લોકો આમ તારા વિશે કંઈ પણ બોલ્યા કરે છે." પ્રિયાએ સિયાને પૂછ્યું. જેટલી તકલીફ એ સંબંધ તૂટ્યો અને થઈ, તેની સામે તો આ કંઈ જ નથી. એ ફક્ત સંબંધ ન હતો, મારા જીવનનો અણમોલ સમય હતો અને જે તૂટ્યો છે તે ફક્ત સંબંધ નથી મારો અણમોલ સમય તૂટ્યો છે અને તૂટેલી વસ્તુને જેટલી અડીએ એ તેટલી વધારે તકલીફ આપે. તેથી હવે મેં કોઈની વાત પર કે મારા એ તૂટેલા સમય પર ધ્યાન ન આપવાનું વલણ કેળવ્યું છે." સિયાએ પોતાના અશ્રુમોતી સાચવતા જવાબ આપ્યો.