બદલી જો દિશા
તક સામે પડી છે બદલી જો દિશા,
ઘડીભર માટે જ થમી છે, બદલી જો દિશા.
એવું નથી કે શક્તિ નથી તારી પાસે,
બંદગીમાં થોડી કમી છે, બદલી જો દિશા.
નિરાશાથી ક્યારે પાર થયો છે બેડો!
નયનોમાં આશાની કમી છે, બદલી જો દિશા.
શબ્દોમાં લાગતો લાગણી ભીનો સ્પર્શ નથી,
ગઝલમાં લયની કમી છે, બદલી જો દિશા.
પ્રેમ નથી રહ્યો જગમાં, શાને એવું લાગતું?
દ્રષ્ટિકોણની આ તો કમી છે, બદલી જો દિશા.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો