ગઝલ - બહાર નીકળવું પડે...
સાચી દુનિયા જોવા જ બહાર નીકળવું પડે.
સમીર શ્વાસોમાં ભરવા જ બહાર નીકળવું પડે.
રંગબેરંગી પ્રકાશ કયા ઘરમાં નથી મળતો?
સૂર્યપ્રકાશ મેળવવા જ બહાર નીકળવું પડે.
સમજ, જ્ઞાન ને જાણ કયુ પુસ્તક ઓછી આપે?
મનની લાગણી સમજવા જ બહાર નીકળવું પડે.
સંકોચથી મુંઝાયને ક્યાં સુધી એકલા રહેશો?
પોતાને લડતા કરવા જ બહાર નીકળવું પડે.
જીવન પૂરું થાય કોઈકના સહારા સાથે પણ!
આત્મનિર્ભર બનવા જ બહાર નીકળવું પડે.
✍️ સોનલ ટેલર
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો