સ્પર્શની ભાષા
સ્પર્શ એ અંતરમનનો, જાણે નિરવતામાં સાદ કરે;
ઉઘાડ્યું ફરી આ દિલ પછી શાને ફરિયાદ કરે?
લાગણી ભીનો સ્પર્શ એનો, તરબોડી ગયો મનને;
રાતે આવી શમણામાં, ફરી તાજી એની યાદ કરે.
ઝાલેલો પહેલ- વહેલ હાથ, ફરી ઝાલવાની કેવી મનસા!
હસ્ત મેળાપના મધુર સ્પંદનો, ફરી ફરીને સાદ કરે.
સ્પર્શની ભાષા કેવી બોલકણી, તોય રહે નિ: શબ્દ;
મૌન ધારિણી, સત્ય વાચાળી, સ્પંદન બની સાદ કરે;
ફક્ત હાથથી અડકવું નહીં, સ્પર્શ સંવેદનાની ભાષા;
અબોલા પણ સમજે સાચી, એ ભાષાની કવિ દાદ કરે!
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો