નયનોનાં સ્પંદનમાં
જાવું છે ક્યાંક ફરી ફરી અનંતની સફરમાં,
બસ, ઝરણું પ્રેમનું વહેતું હોય નયનોનાં સ્પંદનમાં.
તડકો બાળે, ઠંડી ટાઢે, વર્ષામાં ભીંજાવું મગનમાં;
બસ, ઝરણું પ્રેમનું વહેતું હોય નયનોનાં સ્પંદનમાં.
મન મારું ખુલ્લું કર્યું મેં, ને વાટડી ભરી નયનમાં;
બસ, ઝરણું પ્રેમનું વહેતું હોય નયનોનાં સ્પંદનમાં.
ગીત મધુરા ગાતી કોયલ સાદ કરે મને ચમનમાં,
બસ, ઝરણું પ્રેમનું વહેતું હોય નયનોનાં સ્પંદનમાં.
અનંતકાળની કઠોરતા ત્યજી મળજે આજે શમણમાં,
બસ, ઝરણું પ્રેમનું વહેતું હોય નયનોનાં સ્પંદનમાં.
રેશમની દોરી જેવી આશા, બાંધી તુજ સંગ લગનમાં;
બસ, ઝરણું પ્રેમનું વહેતું હોય નયનોનાં સ્પંદનમાં.
ઋણાનુંબંધ થઈશ તારી, જો મળે તું જીવન સફરમાં;
બસ, ઝરણું પ્રેમનું વહેતું હોય નયનોનાં સ્પંદનમાં.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો