જરાક તો નજીક આવ

 

છે પ્રેમનો સવાલ, જરાક તો નજીક આવ;
સ્પંદન ઉરના જોવા, જરાક તો નજીક આવ.

છે પ્રેમ તુંને પણ, વિશ્વાસ કદી ન છોડું;
વિશ્વાસની દ્રઢતા નીરખવા, જરાક તો નજીક આવ.

આમ, સંબંધ આપણો મૃગજળ શો શાને બને?
પ્રેમની તરસ છીપાવવા, જરાક તો નજીક આવ.

વેરણ રણ છે જીવન, ને તડપાવે તારી યાદ,
યાદોથી બહાર મળવા, જરાક તો નજીક આવ.

જીવન છે સાચું, પણ ભરોસો ન કરીશ;
અંત સમયની ઘડી છે, જરાક તો નજીક આવ.

મૃત્યુ ક્યારે ભરખી જશે, કોને ક્યાં ખબર?
જીવનનો છેલ્લો પ્રેમ માણવા, જરાક તો નજીક આવ.

મળ્યું છે જે માણીએ, ને સાથે કદમ મિલાવીએ;
જીવનને પ્રેમનો પર્યાય બનાવવાં, જરાક તો નજીક આવ.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ