શિવ- શક્તિ

 પુરૂષ- પ્રકૃતિનું રૌમ્ય અને રૌદ્ર સ્વરૂપ છે શિવ-શક્તિ,

જગ સંહારક, તારણહારક, નવજગ સર્જક શિવ-શક્તિ.


અર્ધનારીશ્વર પૂરક સ્વરૂપ, જગનો આતમ શિવ- શક્તિ;

 કણ કણમાં વસે છે ઈશ, મારા તન- મનમાં છે શિવ- શક્તિ.


અજન્મા- અમર છે માત- તાત, જગનાં પોષક શિવ- શક્તિ

અલૌકિક- અજોડ, આદર્શ ગૃહસ્થ, જગ કાજે શિવ- શક્તિ.


નરમાં શિવ, નારીમાં શક્તિ, સાથે જગ શોભાવે શિવ- શક્તિ;

જગ કલ્યાણ કાજે પ્રલય આણે, પૂર્ણ બિંદુ છે શિવ- શક્તિ.


અનંત બ્રહ્માંડનું કેન્દ્રબિંદુ, જીવનબિંદુ પણ શિવ- શક્તિ;

જીવસૃષ્ટિના નવસર્જન કાજે, અંત કરશે શિવ- શક્તિ.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ