ખયાલી વાતો
એક વાત મનમાં આવી છે કે આ વાતો બધી ખયાલી છે,
સંબંધમાં નમતું જોખવું સારું છે, આ વાતો બધી ખયાલી છે.
છોડી દે ઈશ જુએ છે, જેવા સાથે તેવું વીતે જ છે;
ઉપર ઉપરથી જ સંભળાય છે, આ વાતો બધી ખયાલી છે.
મન હોય તો માળવે જવાય, મહેનત કદી એડે ન જાય;
આ વાત શંકાથી ઘેરાયેલી છે, આ વાતો બધી ખયાલી છે.
તારા લાવી કદમોમાં બિછાવું, મારાં પ્રેમમાં આ ખુમારી છે,
તારા પણ સાંભળીને હસે છે, આ વાતો બધી ખયાલી છે.
છુપાવી લઈશ હું સત્યને, વાત ખોટી મનમાં બેસાડી છે;
સત્ય કદી છૂપાયેલું ન રહે, આ વાતો બધી ખયાલી છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો