ઈશનું વર્ચસ્વ

 બહાર કેમ શોધે મુજને, અંતરમાં રહેલો જાણ તું;

નીરખ તું ઉપવનને, એના પુષ્પમાં ધબકી રહેલો પ્રાણ છું.


સૃષ્ટિનો રિવાજ કેવો ક્રમાનુસાર ચડતી - પડતીની રીત,

હું રોજ સવારે ઊગતો ને સાંજે ડૂબી રહેલો ભાણ છું.


અનંત આકાશમાં ગૂંજતી કંઈક ઈચ્છા ને પ્રાર્થનાનો રવ,

નીરવ હવાની લહેરખીમાં સાંભળેલી, પ્રાર્થનાની મીઠી તાણ છું.


દુઃખ - દર્દ - પીડાથી નિરંતર ભાગતો હે! મૂર્ખ માનવ,

જીવંત હોવાનો ખ્યાલ ને તારા અસ્તિત્વનું પ્રમાણ છું.


વિચાર શાને કરે આટલા, કઠપૂતળી તું આંગળીઓની;

તારું જીવન બદલવા સક્ષમ હું, અનંત વિચારોની ખાણ છું.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ