જીવને નવી શરુઆત આપી
આશ, ઈચ્છા કંઈક ખાસ આપી, જીવને નવી શરૂઆત આપી.
મુક્ત મનને પાંખ આપી, જીવને નવી શરૂઆત આપી.
ભૂલો થઈ હશે ઘણી! કોણ છે જેનાથી ન થાય?
ભૂલો બાદ અનુભવની વાચા આપી, જીવને નવી શરૂઆત આપી.
માત્ર હોવું એ પૂરતું નથી જગમાં, રોજ નવીનતર થવું પડે;
નવીનીકરણ કરવાની હિંમત આપી, જીવને નવી શરૂઆત આપી.
અથડાયાં છે, પડ્યાં છે, ઘાવ અનેરાં ઝીલ્યાં છે;
એમાં આશ મલમની રાહત આપી, જીવને નવી શરૂઆત આપી.
સુવાસિત કરો મનુષ્યતાને, ઈશ દીધેલી અનેરી સોગાત છે;
આગવી ઓળખની જાત આપી, જીવને નવી શરૂઆત આપી
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો