પરિશ્રમની પૂરક - હસ્તરેખા
માનવું છે ફરી...? હસ્તરેખા જેવું પણ કંઇક હોય છે!
તો પરિશ્રમના સાથ સાથે જ, ભાગ્ય અનંત હોય છે.
અરમાનો ક્યારેક તૂટે દિલના, દીસે જે ફક્ત રેખાઓમાં;
વ્યાપી જાઓ ફરી એકવાર, શમણાંનો ક્યાં અંત હોય છે?
વિચાર કરે, તે વિચારતાં રહે, ને સમય એનાં મહી વહે;
નાથીને વિચાર જે કર્મ કરી જાણે, તે જ ખરો મહંત હોય છે.
ઝઝૂમવું પડે છેક સુધી, આવેલી મુશ્કેલીને ખમવું પડે;
સફળતા પામવા સહેવા પડે, તે તીક્ષ્ણ કંટક- દંત હોય છે.
છલકી પડે છે અશ્રુ કેટલાંયનાં, અહીં- તહીં રોજેરોજ,
છતાંય લડી લે જે હસ્તરેખાથી, તે જ સાચો સંત હોય છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો