રહસ્ય ન સમજાયું

 રહસ્ય ન સમજાયું આંખોનો કમાલ છે કે દર્પણ!

કવિને પડી શબ્દોની કમી છે તો વર્ણન શું કરું?


રહસ્ય ન સમજાયું શશીની અવિરત કળાનું,

સોળે કળાએ ખીલે ત્યારે તિમિરનું શું કરું?


રહસ્ય ન સમજાયું પ્રતીક્ષામાં સાથી મળે રાહત!

ચકાસતી પ્રેમની પ્રતીક્ષા હોય તો પ્રશ્ન શું કરું?


રહસ્ય ન સમજાયું કેમ કશ્તીની મંજીલ છે કિનારો!

મંજીલ જ સફરનો સાથી હોય તો કિનારાનું શું કરું?


રહસ્ય ન સમજાયું કેમ અનંત વિચારોમાં એ પળપળ,

અનંત શક્તિ જો જોડે તો વિચારોમાં પાગલ થઈ શું કરું?

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ