વર્ષાના વધામણાં

 વાયરો ધીમો વાયો ને પડ્યું એક ટપકું,

વર્ષાના વધામણા કરવા, અહીં જ હું અટકું.


સૂકા સૂકા તરુએ લીધો લીલો નવો અવતાર,

લીલુડી ધરતીને માણવા, અહીં જ હું અટકું.


તાતને માથે આપી ઈશે ખેતરની જવાબદારી,

લહેરાતા ખેતરો જોવા, અહીં જ હું અટકું.


ખુશીઓની હેલી આવી ચોમેર ઉત્સવની ઉજવણી,

 ઉત્સવ નિહાળવા મોજમાં, અહીં જ હું અટકું.


તરુ રોપું, પાક લહેરાય, માટીમાં ખુશીથી મ્હાલું;

કાદવ ભીના પગ કરવા, અહીં જ હું અટકું.


માથે માટી, હાથે માટી, માટી બની શીશ તાજ;

ઇત્રથી મીઠી સોડમ માણવા, અહીં જ હું અટકું.


સ્ત્રીથી સુંદર કુદરતનું સૌંદર્ય દીસે વર્ષાના વધામણે,

જગત આખું હરઘેલું જોવા, અહીં જ હું અટકું.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ