કેમ? વિચારો...
જોખમાયું છે જીવન આજે કેમ? વિચારો.
અસ્તિત્વનો પ્રશ્ન ઊભો થયો કેમ? વિચારો.
અર્ણવ આંગણે ઊભો, સલિલની ક્યાં એમાં કમી,
તોય ત્રાહિમામ પોકારે છે જન-જન કેમ? વિચારો.
કોંક્રિટનાં જંગલની વાવણી કરી ને સચુકલું જંગલ ખોયું,
મૂશળધાર વરસે ક-સમયે વર્ષા કેમ? વિચારો.
કુદરતી સૌંદર્ય છેડીને કૃત્રિમ ઊભું કરે સવાયો માનવી,
અવનીના અસ્તિત્વ પર પ્રશ્ન ઊભો થયો કેમ? વિચારો.
પૈસા પાછળ પાગલ માનવ અહમ્ કરે ઉજાગર,
એનું સુખ- શાંતિથી અસ્તિત્વ ટકે છે કે કેમ? વિચારો.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો