ઉડતા પાન
ઉડતા પાનનું આવ્યું મૃત્યું આજે,
જીવન આનંદ એના ઉરમાં ગાજે.
'સ્મિત શાને તારાં મુખ પર છાજે?'
દુઃખી ડાળીએ પૂછ્યું ઢળતી સાંજે.
જીવ્યાનો આનંદ પ્રભુનો પાડ માથે,
જવાબ પાનનો સમજો નિરાંત સાથે.
જવાબ પાનનો ડાળીના કર્ણે ગાજે,
દુઃખી ન થવું ફરી, કર્યો નિશ્ચય આજે.
શ્વાસની ગણતરી પ્રભુનાં હાથમાં રાચે,
પ્રભુ એના કામમાં કોઈ કમી ન રાખે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો