એ ય સાચું
કશે શબ્દ ઓછા પડે એ ય સાચું
કશે વાત ખૂટી પડે એ ય સાચું
કમળ દેવશીશે ચડે એ ન ભૂલો
પછી ફૂલ ધૂળમાં મળે એ ય સાચું
શરમ મનમાં રાખી નજર માન ભરી
ભલે વસ્ત્ર ટૂંકા જડે એ ય સાચું
વહમ નથી એ, તું સાથે છે હરપળ
હું તોય તુંને ગોતું છું એ ય સાચું
જીવન રૂડું વેડફ્યું નશામાં શું કર્યું?
એ સુંદર જીવન ખોયું તેં એ ય સાચું
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો