દિલમાં વસી ગયું...

 એ ચહેરાનું સ્મિત તમારું ક્યારે દિલમાં વસી ગયું!

આંખોનું એ દર્દ તમારું ક્યારે દિલમાં વસી ગયું!


ઝીલવું છે એકવાર એ આંખનું ચમકતું મોતી,

એ મોતીનું તેજ, પણ ક્યારે દિલમાં વસી ગયું?


શાહીનો અક્ષર નથી, આ હૃદયનું સ્પંદન મારું;

કોરું કાગળ તમારું, પણ ક્યારે દિલમાં વસી ગયું?


અતૂટ વિશ્વાસની સફર પર અહીં આવવાનું થયું,

કારણ પહેલી નજરનું સ્મિત તમારું ક્યારે દિલમાં વસી ગયું!


પ્રેમ- પર્વ મારો એ જ જે દિ થશે તમને મળવાનું,

એ દિવાસ્વપનનું બહાનું પણ ક્યારે દિલમાં વસી ગયું!


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ