સમાધિ
મનની સ્થિર સ્થિતિ ને સમભાવ છે સમાધિ,
બુદ્ધિની સમતાની અવસ્થામાં આવવું છે સમાધિ.
જાણીને અજાણ રહેવાની બુદ્ધિની એ ક્ષમતા,
તટસ્થતાનો ભાવ હરપળ છે એ પણ સમાધિ.
અસ્તિત્વનું ભાન છે, શરીર ફક્ત સાધન;
સાધનથી પર ઈશમાં લીન થવું છે સમાધિ.
દૃષ્ટિકોણની ઉણપ છે, આત્મદ્રષ્ટા નથી થવાતું;
'એ જે નથી' તે જોવાની દ્રષ્ટિ કેળવવી છે સમાધિ.
નિર્વાણ અંતિમ સોપાનનું પ્રથમ પગથિયું નિશ્ચય,
નિર્વિકલ્પ નિરાકાર અંતિમ સોપાન છે સમાધિ.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો