કોણ છે?

 તડકો ખાતી જિંદગીમાં છાયડાનું આવરણ કોણ છે?

દુઃખ જ હંમેશા લાગતું ત્યાં સુખનું આવરણ કોણ છે?


બાવરી થઈ બેઠી છે જિંદગી આ રોજની જંજાળથી,

ડહાપણ ક્યારેક બતાવતું સમજણનું આવરણ કોણ છે?


ભીડ વચ્ચેની એકલતાથી કોને મુક્તિ ન જોઈએ?

એકલતામાં મહેફિલ લાગતું સ્પંદનનું આવરણ કોણ છે?


કાળમીંઢ પથ્થર જેવી લાગે છે મુશ્કેલી જીવનમાં,

ટકી રહેવાની વૃત્તિને સતત પોષતું આવરણ કોણ છે?


ઈશ્વર છે કે નથીમાં ફસાયેલ ઓછાં નથી અહીં ભાઈ!

ઈશ ન હોય તો તનમાં રહેલ શ્વાસનું આવરણ કોણ છે?

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ