શિવોહમ્ શિવોહમ્

 ગંગાધર, વિષ્ણુવલ્લભ શિવોહમ્ શિવોહમ્,

પિનાકી, ભક્તવત્સલ શિવોહમ્ શિવોહમ્.


મૃત્યુંજય, શૂલી, સ્થાણું, વામદેવ પણ હું,

વિરૂપાક્ષ, શિપિવિષ્ટ શિવોહમ્ શિવોહમ્.


ચંદ્રશેખર, મહાકાળ, કૃપાનિધિ, ભીમ પણ હું,

મહેશ્વર, શિવાપ્રિય શિવોહમ્ શિવોહમ્.


શ્રીકંઠ, નીલકંઠ, ઉગ્ર, કપાલી પણ હું,

સુરસૂદન, પરશુહસ્ત શિવોહમ્ શિવોહમ્.


કૈલાસવાસી, નટવર, યોગી, રુદ્ર પણ હું,

શંભૂ, અંબિકાનાથ શિવોહમ્ શિવોહમ્.


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ