તરસ છે...

 મળ્યું નથી જે આજ સુધી તે મેળવવાની તરસ છે,

અધૂરી ઈચ્છા સંગ આશાને ફરી જીવાડવાની તરસ છે.


મેં ડગ ભરવાની હિમ્મત કરી, ને આગળ ઊતરતી ઢાળ મળી;

એ ઢાળ પર સરકુ બાળ બની, ફરી બાળ બનવાની તરસ છે.


નથી થતી એ વેદના, જોઈને તકલીફ જન જીવનની;

ક્યારે ફરી માનવ બનીશ? ફરી માનવી બનવાની તરસ છે.


સ્વાર્થવૃત્તિમાં ફસાય, ને લુબ્ધ પથિકની જેમ ઘવાઈ જિંદગી,

લોભવૃત્તિ છોડી ફરીથી, ક્યારેક ઉપકાર કરવાની તરસ છે.


મોત તો છે જ અકબંધ, સંબંધ તો બાંધવો છે જિંદગીથી;

પળ પળ વેડફાતી જિંદગી, ને ફરી મન ભરી જીવવાની તરસ છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ