માવતર

 મનની મૂંઝવણમાં મારી, તું ફરી એક આશ લખ;

સગપણ આપણું બનશે જ અત્યંત ખાસ લખ.


સાવકી ભલેને કહેતાં લોકો, છે તો તું અંતે મા;

માવતર-પુતના સંબંધમાં, તું પ્રેમનો વાસ લખ.


સગપણ બાંધ્યો ભલે તાતથી, છું કારણ એનું હું;

વિશ્વાસ પડ્યો છે ખોટો મારો, હતો એ આભાસ લખ.


ઝંખનામાં હતી મમતા, મૃગતૃષ્ણા બની એ મનસા;

ઝાંઝવાનાં જળથી ક્યારેય, ન છીપે અધૂરી પ્યાસ લખ.


નસીબ ઓછું પડ્યું મારું, કે નસીબમાં હતું જ નહીં!

જવાબ એનો શોધવામાં, તૂટી રહ્યાં છે મારાં શ્વાસ લખ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ