પધારો મારે ધામ

 ત્રિદેવ જેને પૂજે, આપે પ્રથમ સ્થાન;

દુંદાળા દેવ ગણપતિ પધારો મારે ધામ.


શંકર તાત માત ઉમા જેના ચોસઠ તીર્થ સમાન,

સૂંઢાળા દેવ ગણપતિ પધારો મારે ધામ.


દેવાશિશ છે, પ્રથમ પૂજાશે; ગણેશ પ્રજ્ઞાવાન:

ગણનાયક દેવ ગણપતિ પધારો મારે ધામ.


સૃષ્ટિ પટ પર ઘર -ઘર થાય હંમેશ જેના ગુણગાન,

લંબોદર દેવ ગણપતિ પધારો મારે ધામ.


બ્રહ્મા સુતા રિદ્ધિ- સિદ્ધિના સ્વામી સૂર સુજાન,

વિઘ્નહર્તા દેવ ગણપતિ પધારો મારે ધામ.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ