રુદિયું બોલે
લાલચ એની આંધળી ને ખુદગર્જીની સીમા નથી
દેહ દીધો જેણે, ભોગ લીધો એનો સત્ય એના જીમાં નથી
દુઃખી મન એ રાજ ખોલે, ધરિણીનું રુદિયું બોલે.
મનુ બન્યો આંધળો, ને ધર્મ બન્યો પાંગળો,
સત્યથી તે દૂર ગયો, ને ધર્મનો ધંધો કીધો
દુઃખી મન એ રાજ ખોલે, સંતોનું એ રુદિયું બોલે.
દેખાડાનો જમાનો છે, દેખાડો જ કમાણો છે,
સાદગી અર્થ વિહોણી, આજે દેખાડે ભૂલાણી છે,
દુઃખી મન એ રાજ ખોલે, સુંદરતાનું રુદિયું બોલે.
ઊંચું જીવન, તુચ્છ વિચાર, આધુનિક આ જીવન કમાલ
'સાદું જીવન ઉચ્ચ વિચાર', મારા તું એ વચન સંભાર,
દુઃખી મન એ રાજ ખોલે, મહાત્માનું રુદિયું બોલે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો