એ છે...

 આમ તો ખ્યાલ છે કશે તો એ છે,

શમણાંની સાથે મારી દુનિયામાં એ છે.


સોળે કળાએ ખીલશે જીવન જો એ છે,

જિંદગીભરનો વિશ્વાસ મળે તો એ છે.


જીવનનાં સપ્તરંગનો સાર એ છે,

શ્રદ્ધા સુમનનો જીવનમાં ભાર એ છે.


માર્ગ અને મંઝિલ જીવનનો એ છે,

મનમાં વસેલ મનનો માણીગર એ છે.


આવી મળતું જીવનમાં રાહ એ છે,

સમય વહેતો જાય ભલે વિશ્વાસમાં એ છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ