યાદોમાં થયો સાદ
નીરવતામાં સાદ સાંભળી ઘડીભર મન મ્હોરી ઉઠ્યું,
ફરી એકવાર આજે કોઈ યાદોનાં ઘટમાં ગહેકે ઘેરું.
આશ વધી ને શમણાં બાંધી જો જીવન છે કેવું?
આંસુમાંયે હકીકત કહી તોય સ્મિત લહેરાવે છે ભેરું.
પાનખર મોકલ; વસંત આવી આ ઘટમાળું ક્યાં પહેલું!
શીખી જશે તો જીતી જશે રહસ્ય મેં તુજને જ કહેલું.
કઠણ છે ભલે પરીક્ષા સૌને માટે છે ક્યાં સરખે સરખું,
કુંદન હતું ને ઊજળું થવા અગન દરિયો પણ તરી જોયું.
વર્ષો બાદ યાદોમાં સાદ થયો ને વમળ ફરી જીવી જોયું,
વારંવાર આવકારીશ જો કોઈ બની ઘટમાં ગેહેકે ઘેરું.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો