શૂન્ય તણો સરવાળો
તનને ઢાંકે ભલે શ્વેત વસ્ત્રે, પણ મનનો ભાવ તો કાળો;
ન કોઈ બચશે આ જગમાં, જ્યારે થશે શૂન્ય તણો સરવાળો.
"વારા પછી વારો, તારા પછી મારો" ભૂલ્યો એ જ ઘવાણો,
દિલ દુભાવી ને કર્યો દેખાડો, થયો એનો શૂન્ય તણો સરવાળો.
જે વાવશો તે જ લણશો, એમાં હિસાબ શાને કાઢો?
કર્મનો હિસાબ લીધો ઈશે, ને કર્યો શૂન્ય તણો સરવાળો.
અવળે રવાળે ચડ્યો માનવી, શોધે કેમ ન ઈશ માળો;
ભવસાગર તો જ પાર થશે, બાકી શૂન્ય તણો સરવાળો.
કાગ કહે શાને રોળાય અહીં, કર સફળ આ જન્મારો;
સેવા કર સાચા મનથી સૌની, કરશે ઈશ શૂન્ય તણો સરવાળો
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો