આદત લાગી
જિંદગી ઉદાસ લાગી ને એકલતામાં એની આદત લાગી,
એ નિકટતા ખાસ લાગી, એકલતામાં એની આદત લાગી.
કવિતા નથી એ કવિની, શબ્દોમાં ગૂંથેલી ઊર્મિ છે;
વખતો વખત ઉભરાવા લાગી, એકલતામાં એની આદત લાગી.
રુધિરમાં એ વહે છે ને શ્વાસ મારા એને ચાહે છે,
એ ઊર્મિ તમસમાં પ્રકાશ લાવી, એકલતામાં એની આદત લાગી.
દરિયાની ગહનતા શું માપે, મનની ગહનતા ક્યાં ઓછી છે?
સૂના હૃદયમાં એક ઝાંખી લાગી, એકલતામાં એની આદત લાગી.
એકલતા એ તડકો નથી, મારા ઉરમાં ઉતરેલો છાંયડો છે;
એ છાંયડાની મનને પ્રીતિ લાગી, એકલતામાં એની આદત લાગી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો