એષણાઓની શૂળી પર
ઈચ્છાઓને ગણી ગણીને પૂરા કરવા મથ્યાં,
પૂરા કરતાં વધતાં રહ્યાંને અધૂરા મનમાં ઠસ્યા.
ન આંક્યું મૂલ્ય કદી ને સંબંધોને કિંમતમાં જ માપ્યાં,
એષણાઓની શૂળી પર સંબંધે મોત કેટલાંય ચાખ્યાં .
સરવાળા નથી કીધાં ક્યારેય જીવનમાં મળેલ ખુશીઓના,
તેથી જ તો વિખૂટા પડ્યાં ને રહ્યાં એકલાં ભીડમાં.
થયાં દુર્વ્યવહાર કેટલાં ને પાછાં ક્ષમા માંગતાં અચકાયા,
રુસણા- મનામણા તેથી જ તો જીવનભરના ચાલ્યાં.
જીવન- ગણિતના દાખલાં આ ક્યારે કોને સમજાયા!
શ્રદ્ધા, વિશ્વાસ, સમર્પણથી દૂર થયાં ને ભરમાયા.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો