માતૃભૂમિ કાજે પ્રેમ

 માતૃભૂમિ માટેનો પ્રેમ હૃદયમાં કંઈ ઓછો નથી,

કુર્બાન થયેલ વીરો પર ગર્વ કંઈ ઓછો નથી.


દરેકને નથી મળતાં મોકા, મા ભોમ કાજે કંઈ કરવાના;

મળશે મુજને પણ મોકો, નસીબદાર હું કંઈ ઓછો નથી.


જીવન મારું તુજને અર્પણ, શીશ નમાવી તુજને વંદન;

તું માંગ બસ અધિકારથી, હું સપૂત કંઈ ઓછો નથી.


તન, મન, ધન તો તેં જ દીધાં, જીવ મારો કરું છું તુજને અર્પણ;

હુકુમની તારી રાહ છે, બાકી રહેલો શ્વાસ કંઈ ઓછો નથી.


કોટી કોટી વંદન મા ભોમ તને, પાડ્યો મુજને લાડ કોડથી;

કુર્બાન થવા તૈયાર છું, હું પણ વીર કંઈ ઓછો નથી.


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ