રાવણ બોલ્યો

 આખું વર્ષ પોષીને વિજયાદશમી પર મને બાળ્યો,

પૂતળું બાળી મુજનું, સ્વને ફરી મૂર્ખ બનાવ્યો.


મનમાં વસેલો મારો ગુણ, બાળીને તરત જ પોષ્યો,

પોષતા પોષતા ફરીથી તું ઘર ભણી જ આવ્યો.


બળતાં હું પણ હસતો 'તો, માણસ તું કેટલો સવાયો;

દર વર્ષે મને બાળીને પણ હંમેશ મુજથી જ ઘેરાયો.


હરિફાઈ, ઈર્ષ્યા, વાસના, લાલસા, ક્રોધમાં તું સપડાયો,

તું પણ જાણે હું નથી મરતો, તેથી તું બને રઘવાયો.


કર્મશીલ, ગંભીર, મર્યાદા, સત્ય, દ્રઢતાથી હું હરાયો,

નીરખ ખુદને, ન જગાડ મુજને, તો જ ભવસાગર પાર કરાયો.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ