તહેવારોની મચે ધૂમ

 તહેવારોની મોસમમાં શ્રાવણ માસ જ રોનક કરે,

નાગપંચમી, બળેવ, જન્માષ્ટમી ઉત્સવો કેવા મનમોહક બને!


રોજિંદા જીવનમાંથી મળતાં દિવસો થોડાં આ ઉત્સવ બને,

લાવે નજીક લોકોને અને ફેલાવે પ્રીતની સોડમ ઘરે.


શિવાયના ભક્ત નાગરાજ, પુત્ર બચાવી ઉપકાર કરે;

ઉપકાર જ્યારે અપકાર સમજે, ને અફસોસમાં મા પૂજન કરે.



કલરવ થાય મામા ઘરે, આવે બહેનો લઈને રાખડી ઘરે;

રક્ષા ધાગો એ પ્રેમનો મજબૂત, તાર ભલે કોમળ ઠરે.


કાનુડા કેરી પ્રીત અનોખી, અષ્ટમીમાં જન્મોત્સવ વસે;

હર્ષઘેલા મનમાં જય કનૈયા લાલ કી, ઘરે ઘરે ધૂમ મચે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ