લાગણીનું લીલું પાન

 જીવનમાં લાગણીભીનું લીલું પાન હોય,

જીવન ઉપવન પછી ક્યાંથી મ્લાન હોય!


પ્રણયનાં તાંતણા તો સૌ કોઈ ઈચ્છે,

શરતમાં ફક્ત રળિયામણું ગુલિસ્તાન હોય.


વિશ્વાસ અડગ નથી કોઈનો આજે,

તેથી જ શાશ્વત રણ ને રેગિસ્તાન હોય.


હવે, સ્પંદનો ઉર ઊંડાણમાં ક્યાં શોધવા?

જ્યારે લાગણીઓની દુનિયા તદ્દન વેરાન હોય.


વિશ્વાસથી જ બાંધેલાં છે શ્વાસ એ વાત પર,

કે બનાવીશું જિંદગી એ, જેમાં પ્રેમનું ગાન હોય.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ