અંતનો આરંભ છે
જીવન નથી બીજું, બસ અંતનો આરંભ છે,
થઈ રહ્યું છે શું? જરા જાણો કારણ છે.
નવાં વર્ષના પધરામણે જૂનું ભૂલ્યા છે સૌ,
બસ આજ તારા- મારા જીવનનું તારણ છે.
હોય ગમે તેટલું પ્યારું, ભૂલાય જશે ક્યારેક;
આ હકીકત સાથે કર્યું પ્રેમનું અનાવરણ છે.
કષ્ટ નથી દીધા, એ તો પરીક્ષા કરી તારી;
આ તો ફક્ત મારો નજીવો ધારણ છે.
હું કહું ને તું માને એ તો ક્યારેય બનતું નહીં,
તોય આપણા સંબંધનું એ શ્રેષ્ઠ જાળવણ છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો