બાળગીત

 કોરોના ગયો, કોરોના ગયો, મજા પડી ભાઈ મજા પડી.

નિશાળ ખુલીને મિત્રો મળ્યાં, મજા પડી ભાઈ મજા પડી.


શાળામાં ફરી શિક્ષક વઢયાં, લેસનમાં ગોટાળા કર્યાં;

સજા મળીને મરઘો બન્યાં, મજા પડી ભાઈ મજા પડી.


રિસેસ પડીને પકડા-પકડી રમતાં રમતાં ભૂલી ભટકી,

એક સહેલી વધુ મળી ગઈ, મજા પડી ભાઈ મજા પડી.


ઘરે આવીને લેસન કરવા, મમ્મી બેસાડે વઢી વઢીને;

મેથીપાક પણ ચાખવાં મળે ને, મજા પડી ભાઈ મજા પડી.


બીજે દિવસે આંખ ખૂલે ને, ફરી નિશાળે દોડી જવા;

હસતાં- રમતાં ભણવાની ફરી, મજા પડી ભાઈ મજા પડી.


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ