હાઈકુ - જીવન મૂડી
૧) સદભાવના
મનમાં રાખી, ભર
આગળ ડગ
૨) ઈશ્વર દેખે
કર્મ-ફળમાં જુએ
સદભાવના
૩) ન થાય ખોટું
ઈમાનદારી હોય
મારાં કર્મમાં
૪) હિંમત કર
તું, સદભાવ રાખ
નિયતિ મળે
૫) ખુશી મળશે
સદભાવનાથી જ
વિધાતા લેખે
૬) જીવન મૂડી
સાચી, સદભાવના
છે; સાચવજે
૭) સદભાવના,
અંતે આવે છે સાથે;
મૃત્યુ પર્યંત
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો