મળશે મીઠાં ઝરણ

 મળ્યા જીવનમાં અઢળક મીઠાં ઝરણ,

ચાખ્યાં વારંવાર પણ સ્વાદે ખારાં ઝરણ.


વગડામાંથી વહેતાં પહોંચ્યાં છેક શહેરે,

રંગ શહેરનો લાગ્યો, ને બન્યાં ઊંડાં કળણ.


અણધારી આફત નથી આ, કુદરતનો છે ખેલ;

કાંટાની જેમ ડંખે સમય, બસ મુક્તિ મરણને શરણ.


જીવન છે સરોવર, ને એમાં હું ફસાયેલું ફૂલ;

ટકાવી ખુદને રાખવા હમેશાં, કરું અવિરત તરણ.


આશામાં હું જીવું, કેમકે શ્વાસ હજી છે બાકી;

અંતિમ ઘડીએય વિશ્વાસમાં છું, બનશે એ મીઠાં ઝરણ.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ