ઘા- મલમની રમઝટ
*રચના..........*
ઘા પડે છે રોજ ક્યાંક મન પર ક્યાંક તન પર
સમજણ સ્પષ્ટ કરી ઊજળી કરે જીવનની એ રમઝટ
પ્રસન્ન થઈ તું ઝેલી જા, નવું શીખવાની વિભાવનાએ
તનના ઘાવ મન મજબૂત કરે, લક્ષ્ય ભેદવાની રમઝટ
નથી દેખાતી હસતાં મુખ પર મનની ઊંડી કેટલી પીડા!
પળ પળ સહન કરે મનમાં, એ હાસ્યની લગાવી રમઝટ
નકારાત્મક નથી એ ધબકતું રાખે, નવતર કરે આયખું
સહન કરે, ઉભરે લીલુડી ધરા, જ્યારે નભ લગાવે રમઝટ
સર્વશ્રેષ્ઠ છબી જોશો એની જેણે કર્યા સહન અતિકષ્ટ
પળપળ બદલાતાં જીવનમાં ઘા - મલમની આ રમઝટ
✍️ સોનલ ટેલર
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો