... તો ચાલે
*શીર્ષક- ... તો ચાલે*
-------------------------------------
લાગણીને હંમેશા સ્પંદન કહો તો ચાલે.
રૂઝ આપતાં શબ્દોને ચંદન કહો તો ચાલે.
પોતાના લોહીને તો સૌ કોઈ કરે પ્રેમ,
પારકા માટે તડપતા હૃદયને, વંદન કરો તો ચાલે.
પરાવાર લાગણી છતાં તરછોડીને જવું,
એવી ધૃષ્ટતાનું ખરું નિકંદન કરો તો ચાલે.
અપમાન ન કરે જે, પર સ્ત્રીને માત માને,
જગનાં એવા કાનુડાને નંદન કહો તો ચાલે.
પારકી આશાથી પર હંમેશા જે મુક્ત રહે
એવી મુક્તિને મોક્ષનું બંધન કહો તો ચાલે.
✍️ સોનલ ટેલર
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો