ચાલ ફરી વરસાદમાં જઈએ...
*શીર્ષક* :- ચાલ ફરી વરસાદમાં જઈએ...
******************************
ચાલ ફરી વરસાદમાં જઈએ, પાણીના ટીપે ઘાસમાં જઈએ.
છબછબીયાની આશમાં જઈએ, પાણીના ટીપે ઘાસમાં જઈએ.
મનોહર મોસમનો મિજાજ મખમલી મન મોજીલું માણવા તરશે,
ચાલ ભેરુ પ્રકૃતિની ઓથમાં જઈએ, પાણીના ટીપે ઘાસમાં જઈએ.
ચાદર ઓઢી લીલી ધરા, સોળ શ્રૃંગાર સજી ખ્વાબ સજાવે,
એ લીલા ખ્વાબની રાહમાં જઈએ, પાણીના ટીપે ઘાસમાં જઈએ.
બને સુંદરતાનો પર્યાય ધરા, કરે વર્ષાઋતુ આગમન જરા;
એ સુંદરતાના સાથમાં જઈએ, પાણીના ટીપે ઘાસમાં જઈએ.
સાંભળ! અનોખું સંગીત છે વર્ષાબુંદનું, ઈશ એનો સંગીતકાર;
એ સંગીત સંમેલન સાથમાં જઈએ, પાણીના ટીપે ઘાસમાં જઈએ.
✍️ હું સોનલ ટેલર
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો