ગઝલ - તો પછી શું?
ફાવે તેવું મળી જાય, તો પછી શું?
મળતું મનને ફાવી જાય, તો પછી શું?
અઢળક પ્રયાસે પણ નિષ્ફળ ગયા કેટલાં!
આમ, સફળતા સરળતાથી મળે, તો પછી શું ?
પરીક્ષા મારી જ વારંવાર, વિચારે કોણ નહીં!
તપાવ્યા વિના જો કુંદન બને, તો પછી શું?
દ્રષ્ટિ જોઈએ શ્રદ્ધાની, પછી ઈશ્વર ક્યાં નથી!
જ્યારે પથ્થર પૂજતાં દેવ બને, તો પછી શું?
જીવન રણમેદાન, વાર પડે ને સામનો કરો
સંઘર્ષ વિના જો જીવન બને, તો પછી શું?
✍️ સોનલ ટેલર
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો