તું મારો હકદાર છે.
*રચના..........*
તને મેળવવાની કદાચ વાર છે,
મુજ પર જિંદગીનો ભાર છે.
ઉતાવળ કોનું ભલું કરે?
સહજતા મિલનનો તાર છે.
ડગ- ડગ માંડી આગળ વધુ છું,
મારી ધીરજનો એ પાળ છે.
પ્રાર્થનામાં રહે તું વર્ષોથી મારી,
માંગ્યું એક નહિ વારંવાર છે.
અતિરેક નથી આ એષણા મારી,
તું જ મારો એક હકદાર છે.
✍️ સોનલ ટેલર
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો