વિશ્વાસ કરી જો
*રચના..........*
ઉઠ, હિંમત કરી મનમાં આશ ભરી જો.
ડગ માંડ પહેલું સફળતા પાસ ખડી જો.
ખોલ દરવાજો રસ્તો કર, પ્રકાશ અંદર આવશે;
મનના દ્વાર પર ઉભો છે અજવાસ, કડી જો.
અનંત છે આકાશ, ભર ઉડાન, ખોલી પાંખ;
વિહગ વિહરે ગગન ફક્ત! છે ભાસ, ઉડી જો.
પસ્તાવો ન થાય ભવિષ્યમાં રાખજે એ પણ ધ્યાન
અઢળક અનુભવ સાથે જીવનમાં ખાસ બની જો.
*નિષ્ફળતા જેવું કશું નથી*, કહેતાં સ્વામીજી;
*નવનિર્માણ* કરવા ખુદ પર વિશ્વાસ કરી જો.
✍️ સોનલ ટેલર
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો