ગઝલ - મનને થશે શાંતિ...
તમને જોઈ લાગી હૃદયમાં એક અજુગતી શાંતિ
જગત ભૂલી જવાય વારંવાર, થાય એવી ભ્રાંતિ
હું સાંભળું અચાનક ક્યારેક મારું નામ તમે પોકારતા
એ થશે વાસ્તવિકતા કે રહેશે હંમેશા ખોટી ભ્રાંતિ?
આંખોમાં એ ઈન્તેજાર ફક્ત હવે મારો નથી રહ્યો,
તમે મળીને કરશો એ એકરાર, ફક્ત એટલું જાણતી
થઈ જશે હાશ! તમને, જ્યારે મને જોઈને
પૂરા થયા વાયદાની, હવે મનને થશે શાંતિ.
✍️ સોનલ ટેલર
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો