મૌન

 "મમ્મી! આ શું છે?" કિંજલે તેની મમ્મીનાં ફોનના મેસેજ જોતાં કહ્યું.

"શું છે ? બેટા!" રસોડામાંથી જવાબ આવ્યો.

"અરવિંદ અંકલ તમને આ કેવા મેસેજ કરે છે!" કિંજલે આશ્ચર્ય સાથે કહ્યું.

રસોડામાં દાળનો ચમચો મમ્મીનાં હાથમાંથી છૂટી ગયો. સ્તબ્ધ હૃદયે મમ્મી કિંજલની સામે આવ્યા પણ કશું બોલી ન શક્યા.

કિંજલે પૂછયું,"શું આ સત્ય છે?"

જવાબ- મૌન.

"હું તમને મારી નાનામાં નાની દરેક વાત કહું છું. આપણે બન્ને માં- દીકરીથી વધુ મિત્રો છીએ. આ દુનિયામાં મારી સૌથી ખાસ બહેનપણી તમે છો... પણ તમે આજે મારો વિશ્વાસ તોડ્યો છે. દુઃખ એ વાતનું નથી કે તમારો સંબંધ... પણ તમે મને જણાવવાનું પણ જરૂરી..." રડતાં રડતાં કિંજલ એટલું જ બોલી શકી.

મમ્મીનાં જવાબમાં ફરીથી ફક્ત- મૌન.


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ